ગુજરાતના વલસાડમાં એક વ્યક્તિને તાત્કાલિક જ એ પોઝિટિવ બ્લડ જોઈએ છે, એ પ્રકારનો કોલ આવતા માનવ જિંદગી બચાવવા માટે નિયમિતપણે રક્તદાન કરવા માટે જાય છે. નિયમિતપણે રક્તદાન કરવા માટે તત્પર રહેતા વલસાડના સોની સમાજના 33 વર્ષના યુવકનું બુધવારના રોજ રાત્રે હાર્ટ અટેક ના કારણે અવસાન થયું હતું.
જેને લીધે સોની સમાજ તેમજ ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. મૃતક યુવક ની ઈચ્છા અનુસાર મૃત્યુ બાદ તેમના ચક્ષુનું દાન કરવામાં આવ્યું હતું. મળતી માહિતી અનુસાર પારડી વાણીયાવાડમાં રહેતા અને વલસાડી ઝાંપામાં બંસી જ્વેલર્સ નામની દુકાન ધરાવતા દીપક પારેખના 33 વર્ષના દીકરા બંસી ઉર્ફે બ્રાસવેલ પારેખ બુધવારના રોજ રાતે દુકાનેથી ઘરે આવ્યા પછી તેને અચાનક જ હાર્ટ અટેક આવતા તે ઢળી પડ્યો હતો.
ત્યારબાદ તેને નજીકની હોસ્પિટલ લઈ જવા માં આવ્યો હતો અને ત્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. મહત્વનું એ છે કે બંસી પારેખ નિયમિત પણે રક્તદાન કરતો હતો, તેમજ સેવાકીય પ્રવૃત્તિમાં આગળ રહેવાના કારણે સારું એવું મિત્ર વર્તુળ પણ ધરાવતો હતો.
તેણે ચાર દિવસ પહેલા જ જીવદયા ગ્રુપ આયોજિત બ્લડ કેમ્પમાં રક્તદાન કર્યું હતું. બંસી ના અચાનક નિધનથી સમાજ અને ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે, બંસી પારેખના માતા પિતા તથા પત્નીએ પોતાના ઉપર આવી પડેલ દુઃખના પહાડ વચ્ચે પણ માનવ ધર્મ ન ભૂલી બંસીની ઈચ્છા મુજબ ચક્ષુદાન માટે તૈયાર થઈ ગયા હતા.
સામેથી પારડી ના સંજય બારિયા, ડો. લતેશ પટેલ અને સંજય બારિયા નો સંપર્ક કરી વલસાડ ચક્ષુ બેંક ખાતે આંખો મોકલી દેવામાં આવી હતી. બંસી પારેખે જીવતે જીવ રક્તદાન અને મૃત્યુ પછી ચક્ષુ દાનની યુક્તિને સાર્થક કરી પ્રજ્ઞાચક્ષુ નું જીવનમાં રોશની ફેલાવી હતી. વલસાડ જિલ્લામાં પણ યુવકોમાં હાર્ટ અટેક ના કેસોમાં અચાનક વધારો થવા પામ્યો છે, જે સમાજ માટે ખૂબ જ ચિંતાનો વિષય કહી શકાય.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment