હાલમાં બનેલી એક સુસાઇડની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક ફોજીએ ટ્રેનની સામે કૂદીને સુસાઇડ કરી લીધું છે. આ ઘટના બનતા જ ફોજીના પરિવારજનો અને ગામના લોકોમાં માતમ છવાઈ ગયો હતો. જાણવા મળી રહ્યું છે કે ફોજી દસ દિવસ પહેલા રજા લઈને પોતાના ઘરે આવ્યો હતો.
ત્યારે રાત્રે 9:00 વાગ્યાની આસપાસ ફોજીએ ટ્રેનની સામે કૂદીને સુસાઇડ કર્યું હતું. સુસાઇડ પાછળનું કારણ કૌટુંબિક હોવાનું કહેવામાં આવી રહ્યું છે. વિગતવાર વાત કરીએ તો આ ઘટના રાજસ્થાનના ઝુંઝુનુમાંથી સામે આવી રહી છે. મળતી માહિતી અનુસાર પોલીસને રાત્રે લગભગ 9:00 વાગ્યાની આસપાસ જાણકારી મળી હતી કે એક વ્યક્તિએ ટ્રેનની સામે કૂદીને સુસાઇડ કરી લીધું છે.
ઘટનાની માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી ત્યારબાદ મૃત્યુ પામેલા વ્યક્તિના મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલી આપ્યું હતું. ત્યારબાદ આ ઘટનાની જાણ મૃતક યુવકના પરિવારજનોને કરવામાં આવી હતી. સુસાઇડ કરનાર ફોજીનું નામ રતનસિંહ હતું. તેઓ છેલ્લા દસ વર્ષથી ઝુંઝુનુમાં એક મકાનમાં રહેતા હતા.
રતનસિંહના મૃતદેહનું આજરોજ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મૃતદેહને પરિવારજનોને સોંપી દેવામાં આવ્યું હતું. સુસાઇડ પાછળનું હજુ કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. મૃતક રતનસિંહ દસ દિવસ પહેલા રજા લઈને ઘરે આવ્યો હતો. તેવામાં ગઈકાલે અચાનક જ રતનસિંહ ટ્રેનની સામે કોઈ દિવસ સુસાઇડ કરી લીધું હતું.
મૃત્યુ પામેલા રતનસિંહની પત્ની ખાનગી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. રતનસિંહને સંતાનમાં બે બાળકો છે. જેમાં એક છોકરો અને એક છોકરી છે. છોકરીની ઉંમર 13 વર્ષની છે અને છોકરાની ઉંમર 10 વર્ષની છે. આ ઘટના બનતા જ બંનેએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment