ઉંદરનો પીછો કરતો એક સાપ અચાનક ઘૂસી આવ્યો દુકાન, ત્યારબાદ થાય છે એવું કે – જુઓ વિડિયો

166

આજકાલ સોશિયલ મીડિયામાં અવારનવાર ઘટનાના વિડિયો સામે આવી રહ્યા છે ત્યારે મધ્યપ્રદેશની એક ચોંકાવનારી ઘટનાના વીડિયો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર ગુરૂવારના રોજ રાયસેનના ઓબૈદુલ્લાગંજમાં ઉંદર નો પીછો કરતો એક સાપ પાનની દુકાને ની અંદર ઘુસી ગયો હતો.

ત્યારે ઉંદર ને પકડવા માટે સાપ દુકાનના કાઉન્ટર પર કૂદકો લગાવે છે. સાપે તે જગ્યા પર કૂદકો લગાવ્યો તે જગ્યા પર થોડાક સમય પહેલા જ દુકાનદાર બેઠો હતો.

સાપ પડે તેની એક સેકંડ પહેલા જ દુકાનદાર ત્યાંથી ભાગી ગયો હતો. મળતી માહિતી મુજબ ઓબૈદુલ્લાગંજમાં ચૌહાણ ધાબા પાસે એક પાનની દુકાન છે. પાનની દુકાન પર માલિક બેઠો હતો અને મોબાઇલમાં મથી રહ્યો હતો.

ત્યારબાદ દુકાન માલિક કાઉન્ટર પર ચડીને દુકાનની અંદર જાય છે ત્યારે તેને છત પર છ ફૂટ લાંબો સાપ જોયો હતો જેને જોઈને દુકાનનો માલીક ત્યાંથી રફુચક્કર થઇ જાય છે.

જ્યારે દુકાનનો માલીક બહાર દોડે છે ત્યારે તેની સાથે ઉંદર પણ કાઉન્ટર પર કૂદે છે અને ઉંદર ને પકડવા માટે સાપ પણ કાઉન્ટર પર કૂદકો લગાવે છે.

અને આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જાય છે. ત્યારબાદ કેટલાક કલાકો સુધી દુકાનનો માલીક દુકાનની અંદર જતો નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!