દેશભર મા કપાસની આવક વધતા અને મહારાષ્ટ્રમાં કપાસના ભાવ નીચા હોય તેની અસરે સૌરાષ્ટ્ર અને કડીમાં કપાસમાં સોમવારે મણે 10 થી 15 રૂપિયાનો ઘટાડો થયો હતો. સૌરાષ્ટ્રના અગ્રણી બ્રોકરે જણાવ્યું કે વાયદાની નરમાઇ અને કપાસિયા
ના ભાવ ઘટતા જીનર્સો ને કપાસના ભાવ ઊંચા લાગતા જીનર્સ ની ખરીદી ઘટતા કપાસના ભાવ ઘટયા હતા. આ વર્ષે કપાસની ખરીદી શરૂ થતાં વિક્રમી ભાવ મળ્યા હતા.
10000 રૂપિયા વાળા પ્રતિ ક્વિન્ટલ મળ્યા બાદ પણ ખરીદદારો અકળાયા હતા.માંગ વધુ અને પુરવઠાના અભાવે વેપારીઓ ગામડે ગામડે કપાસની ખરીદી કરી ખરીદી કેન્દ્ર ને વેચી રહ્યા હતા.
આ સાથે ખેડૂત પણ વ્યવહાર ન્યાયી હોવાનો સંતોષ વ્યક્ત કર્યો હતો. કપાસમાં કોડું નું પ્રમાણ હજુ જોવા મળી રહ્યું છે. સુપર કપાસ હજુ બધાને લેવો છે પણ ખેડૂતોને સુપર કપાસ વેચવા નથી
આથી બજારમાં વેચાતા મીડિયમ અને હલકા કપાસમાં વધુ ઘટાડો જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં આજે સારી ક્વોલિટીના કપાસ 1750 થી 1760 હતા.તેમજ હલકા મીડિયમ કપાસ ની રેન્જ 1500 થી 1600 હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment