રોડની સાઈડમાં પાર્ક કરેલા ટ્રકની પાછળ એક બેકાબૂ કાર ઘૂસી જતા સર્જાયો ગંભીર અકસ્માત, 1 યુવકનું ઘટનાસ્થળે મૃત્યુ, 5 લોકો ઈજાગ્રસ્ત…

છેલ્લા થોડા દિવસોથી સમગ્ર દેશભરમાં અકસ્માતની ઘટનાઓ વધી ગઈ છે. ત્યારે આજરોજ વહેલી સવારે બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં એક કાર પાર્ક કરેલા ટ્રકની સાથે અથડાઈ હતી, આ કારણોસર ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટના બને ત્યારે કારની અંદર 6 લોકો સવાર હતા.

જેમાંથી એક વ્યક્તિનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ નીપજ્યું છે જ્યારે પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્ત થયેલા લોકોમાંથી 2ની હાલત નાજુક છે. આ ગંભીર અકસ્માતની ઘટના ગોપાલગંજમાં બની હતી. આ ગંભીર અકસ્માતની ઘટના બંજરી ઓવરબ્રિજ પાસે NH-27 ઉપર બની હતી.

આ ઘટનામાં મૃત્યુ પામેલા યુવકનું નામ જાગરણ સિંહ હતું. અકસ્માતની ઘટના બન્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી પોલીસે જાગરણસિંહના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યું હતું. સમગ્ર ઘટનાને લઇને વિસ્તૃતમાં વાત કરીએ તો, 6 યુવકો કારમાં યુપીના કુશીનગર સ્થિત કોટવા ગયા હતા.

જ્યારે તેઓ ત્યાંથી પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન નેશનલ હાઇવે 27 પર રોડના કિનારે એક ટ્રક પાર્ક કરેલો હતો. આ દરમિયાન કારમાં જઈ રહેલા યુવકોની કાર રોડ પરથી નીચે ઉતરી ગઈ હતી, જેથી કાર બેકાબુ બની ગઈ હતી. જેના કારણે બેકાબુ બનેલી કાર રોડ પાર્ક કરેલા ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી.

આ અકસ્માતની ઘટનામાં કારમાં બેઠેલા જાગરણ સિંહ નામના યુવકનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ નીપજયું હતું. જ્યારે કારમાં સવાર અન્ય 5 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

પોલીસે મૃતક યુવકના મૃતદેહને કબજે લઇને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યું હતું. પોલીસે સમગ્ર ઘટનાને લઈને હાલમાં આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર ઘટના બનતા જ મૃતક યુવકના પરિવારમાં માતમ છવાઇ ગયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*