મિત્રો તમે સોશિયલ મીડિયામાં દરરોજ ઘણા અવારનવાર અકસ્માતના વિડીયો જોતા હશો. ઘણી વખત આપણી સામે પ્લેન વચ્ચે બનેલી અકસ્માતની ઘટનાઓના વિડીયો સામે આવતા હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટનાનો વિડીયો સામે આવી રહ્યો છે. જેમાં બે પ્લેન વચ્ચે જોરદાર ટક્કર થતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.
મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટના અમેરિકાના ડસલામાં એર શો દરમિયાન બની હતી. બીજા વિશ્વયુદ્ધના સમયના આ બંને પ્લેન હતા. બંને વિમાનમાં સવાર છ લોકોના ઘટના સ્થળે મોત થયા છે. જોકે અધિકારીઓએ હજુ સુધી આ વાતની કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરી નથી.
આ ઘટના શનિવારના રોજ બપોરે 1.20 વાગ્યાની આસપાસ બની હતી. બીજા વિશ્વયુદ્ધ સમયના બે પ્લેન વચ્ચે હવામાં ટક્કર થતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે બંને પ્લેનના ફરચેફુરચા ઉડી ગયા હતા. જેનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે.
એર શો દરમિયાન એક પ્લેન ખૂબ જ ઝડપથી આવી રહ્યું હતું ત્યારે બીજું પ્લેન તેની સાથે અથડાયું હતું. બંને પ્લેને જમીન પર પડ્યા બાદ એક મોટો ધડાકો થાય છે. મળતી માહિતી અનુસાર શનિવારના રોજ ડલાસમાં બીજા વિશ્વયુદ્ધની યાદમાં યોજાતા એર શો દરમિયાન આ અકસ્માતની ઘટના બની હતી. આ ઘટનામાં બોઇંગ B-17 ફ્લાઈંગ ફોર્ટ્રેસ બોમ્બર અને બેલ P-63 કિંગ કોબ્રા ફાઈટર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી.
OMG – two planes collided at ‘Wings Over Dallas’ air show today
This is crazy
— James T. Yoder (@JamesYoder) November 12, 2022
જેના કારણે આ અકસ્માતની ઘટના બની હતી. જેનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો વિડિયો ટ્વીટર પર Jason Whitely નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત મીટર પર James T. Yoder નામના એકાઉન્ટ પર પણ આ વીડિયો શેર કરવામાં આવ્યો છે.
#BREAKING: New angle of the mid-air collision obtained by @WFAA shows B-17 and other aircraft flying formations at #WingsOverDallas at 1:21p today, when it was hit by a P-63 and fell to the ground over the airfield at Dallas Executive Airport (RBD). pic.twitter.com/6NAS93b3re
— Jason Whitely (@JasonWhitely) November 12, 2022
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment