ગુજરાત રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહે છે. ત્યારે ગુરૂવારના રોજ બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. યુવકના મૃત્યુના કારણે દોઢ વર્ષની બાળકીએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલો યુવક હિંમતનગરને અડીને આવેલા હાપા ગામનો રહેવાસી હતો. તેના મૃત્યુના કારણે પરિવાર અને ગામના લોકોમાં માતમ છવાઈ ગયો હતો. મૃત્યુ પામેલા યુવકનું નામ મયુરસિંહ ઇન્દ્રસિંહ પરમાર હતું. 21 જુલાઈ ના રોજ મયુરસિંહ કાર લઈને હિંમતનગર વીજપુર હાઇવે પર જઈ રહ્યા હતા.
ત્યારે અચાનક કારના ટાયરમાં ખામી આવી જતા કાર ડિવાઈડર સાથે અથડાઈને પલટી ખાઈ ગઈ હતી. આ ગંભીર અકસ્માતની ઘટનામાં મયુરસિંહ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેથી તેમનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. મયુરસિંહના મૃત્યુના સમાચાર સાંભળીને તેમના પરિવારજનો અને ગામના લોકોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.
મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા મયુરસિંહના પિતા ફોજમાં હતા અને 20-22 વર્ષ અગાઉ તેમનું પણ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. દોઢ વર્ષની દીકરી, પત્ની અને માતાનો માત્ર એક સહારો છીનવાઈ જતા તેમના પર આભ તૂટી પડ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી.
આ સમગ્ર ઘટનાને લઈને રૂલર પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મયુરસિંહના મૃત્યુના કારણે પરિવાર આર્થિક રીતે પણ પડી ભાંગ્યો છે. તેમની કારનું અકસ્માત કયા કારણોસર થયું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. હાલમાં પોલીસ સમગ્ર ઘટનાને લઈને કાર્યવાહી કરી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment