ગાંધીધામ પાસે બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી અનુસાર ઘટના આજ સવારે 11:30 વાગ્યાની આસપાસ બની હતી. ઝોન તરફ જતા એક બેકાબૂ ટ્રક છકડો રિક્ષા પર ચડી ગયો હતો તેના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં 65 વર્ષીય ગંગાબેન કરશનભાઈ શ્રીમાળી નામની મહિલાનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું હતું. આ ઉપરાંત અકસ્માતમાં 40 વર્ષીય રિક્ષાચાલક અનવર આમદ કુંભાર અને ગંભીર ઈજા પહોંચી હતી.
ઘટના બનતા જ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા અને ત્યારબાદ રિક્ષાચાલકને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર આ અકસ્માત બન્યો ત્યારે રીક્ષા ની અંદર કેટલા લોકો સવાર હતા.
ગાંધીધામ પાસે એક રિક્ષા પર ટ્રક ચડી જતાં સર્જાયો ગંભીર અકસ્માત, એક મહિલાનું મૃત્યુ… pic.twitter.com/ISqE337DoH
— GUJJU ROCKZ (@gujju_rockz) January 24, 2022
તેની તપાસ પોલીસ કરી રહી છે. આ અકસ્માત કાર્ગો માર્ગ પર આવેલી બાપા સીતારામ મઢી પાસે સર્જાયો હતો. અકસ્માત બનતા જ લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા.
મળતી માહિતી અનુસાર આજરોજ સવારે ગાંધીધામ શહેરથી ઝોન તરફ આગળ જતી રિક્ષા પર એક બેકાબૂ ટ્રક ચડી ગયો હતો. આ ઘટનામાં રીક્ષા મુસાફરો સાથે ટ્રકની નીચે દબાઇ ગઇ હતી. મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં એક મહિલાનું મૃત્યુ થયું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment