પૂરપાટ ઝડપે જતી કાર ઝાડ સાથે અથડાતા સર્જાયો ગંભીર અકસ્માત, 3 લોકોના ઘટના સ્થળે મોત…જોનારના ટાંટિયા ધ્રુજી ગયા..!

સમગ્ર દેશભરમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી એક દર્દના અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે. મળતી માહિતી અનુસાર પાર્ટીમાંથી પરત ફરી રહેલા ચાર યુવકોની સ્પીડમાં આવતી ક્રેટા કાર ઝાડ સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતની ઘટનામાં કારમાં સવારે ત્રણે લોકોના અકસ્માતમાં મોત થયા હતા. જ્યારે આ અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતની ઘટના બન્યા બાદ પોલીસે મૃતકોના સંબંધીઓ સાથે મળીને લગભગ છ કલાક સુધી મૃતદેહને કારમાંથી બહાર કાઢવાના પ્રયાસો કરતી જોવા મળી હતી.

મળતી માહિતી અનુસાર 45 વર્ષીય વિનોદ યાદવ, 30 વર્ષીય દીપક યાદવ, 27 વર્ષીય નરેન્દ્ર યાદવ અને 35 વર્ષીય સાહેબ સિંહ યાદવ નામના ચાર વ્યક્તિઓ કારમાં પૃથ્વીપુર જઈ રહ્યા હતા. મળતી માહિતી અનુસાર ચારેય યુવકો નેગુઆમાં દારૂની મેફીલકરવા માટે ગયા હતા.

રાત્રે 10:00 વાગ્યાની આસપાસ તેઓ પૂરપાટ ઝડપે જઈ રહ્યા હતા. ત્યારે વિનાશપુરા નજીક તેમની કારે એક ઝાડ સાથે અથડાયતી જેના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ગંભીર અકસ્માતની ઘટનામાં વિનોદભાઈ, દીપકભાઈ અને નરેન્દ્રભાઈનું ઘટના સ્થળે મોત થયું હતું.

જ્યારે આ ઘટનામાં સાહબ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેમને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની ઘટના બન્યા બાદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો સંપૂર્ણ રીતે ભાંગીને ભૂક્કો થઈ ગયો હતો.

કારમાંથી યુવકોના મૃતદેહ કાઢવામાં પણ ખૂબ જ મુશ્કેલી પડી હતી. આ ઘટનાની જાણ મૃતકોના પરિવારજનોને થતા પરિવારના લોકો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. આ ઘટના બનતા જ મૃતકોના પરિવારમાં માતમ છવાઈ ગયું હતું. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*