આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે મુંબઈ-અમદાવાદ હાઈવે પર બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. તેમના મૃત્યુના સમાચાર સાંભળીને ચારે બાજુ માતમ છવાઈ ગયો હતો. પોલીસના જણાવ્યા મુજબ 54 વર્ષીય સાયરસ મિસ્ત્રીની મર્સિડીઝ કાર સૂર્ય નદીના પુલના ડિવાઇડર સાથે અથડાઈ હતી.
આ ગંભીર અકસ્માતની ઘટનામાં કારના એર બેગ ખુલી ગયા હતા. પરંતુ ટક્કર એટલી જોરદાર હતી કે કારમાં સવાર સાયરસ મિસ્ત્રી સહિત બે લોકોના મૃત્યુ નિપજ્યા છે. ગંભીર અકસ્માતની ઘટના બની ત્યારે કારની અંદર ચાર જેટલા લોકો સવાર હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે, કારના ડ્રાઈવરે અચાનક જ કાર પરથી કાબુ ગુમાવ્યો હતો.
જેના કારણે કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ ગંભીર અકસ્માતની ઘટનામાં કારમાં સવાર સાયરસ મિસ્ત્રીની સાથે જહાંગીર દિનેશ પાંડોલેનું પણ મૃત્યુ નીપજ્યું છે. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં અનાયતા પંડોલેઅને તેના પતિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. અનાયતા પંડોલે મુંબઈમાં ડોક્ટર છે અને અકસ્માતની ઘટના બની ત્યારે તેઓ કાર ચલાવી રહ્યા હતા.
આ ઘટના બનતા જ ચારે બાજુ માતમ છવાઈ ગયો છે. મળતી માહિતી અનુસાર આ ગંભીર અકસ્માતની ઘટના બપોરે લગભગ સાડા ત્રણ વાગ્યાની આસપાસ બની હતી. અમદાવાદ થી મુંબઈ જતા રસ્તા પર MH 47 AB 6705 નંબરની કાર સુર્યા નદીના ફૂલના ડિવાઇડર સાથે અથડાઈ હતી.
જેના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ગંભીર અકસ્માતની ઘટનામાં બે લોકોના મૃત્યુ નિપજ્યા હતા અને બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટનામાં ટાટા કંપનીના પૂર્વ ચેરમેન વાયરસ મિસ્ત્રીનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. તેમનું મૃત્યુ થતા જ ચારેય બાજુ માતમ છવાઈ ગયો હતો.
આ ઘટના બનતા જ આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે મૃત્યુ પામેલા લોકોના મૃતદેને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment