ટ્રેક્ટર-ટ્રોલીની પાછળ ઝડપી સ્વીફ્ટ કાર ઘૂસી જતા સર્જાયો ગંભીર અકસ્માત, 5 લોકોના કરુણ મોત… 35 લોકો ઈજાગ્રસ્ત…

હાલમાં બનેલી એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આજરોજ બપોરે આગરા દિલ્હી હાઇવે પર એક ઝડપી સ્વીફ્ટ કાર પાછળથી ટ્રેક્ટર-ટ્રોલી સાથે અથડાઈ હતી. જેના કારણે ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં 5 લોકોના મોત થયા છે. જ્યારે 35 લોકો ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માતની ઘટના બન્યા બાદ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા.

मथुरा में गोवर्धन परिक्रमा करके 50 लोग भिंड लौट रहे थे, 35 घायल | 50 people were returning to MP by tractor-trolley after doing Govardhan Parikrama, more than 18 devotees injured - Dainik Bhaskar

ઘટનાની માહિતી મળતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ઇજાગ્રસ્ત થયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે ટ્રેક્ટર ટ્રોલીમાં સવાર 50 લોકો ગોવર્ધનની પરિક્રમા કરીને મધ્યપ્રદેશ પરત ફરી રહ્યા હતા.

मथुरा में गोवर्धन परिक्रमा करके 50 लोग भिंड लौट रहे थे, 35 घायल | 50 people were returning to MP by tractor-trolley after doing Govardhan Parikrama, more than 18 devotees injured - Dainik Bhaskar

તમામ શ્રદ્ધાળુઓ ભીંડ જિલ્લાના શેરપુર ગામના રહેવાસી છે. મળતી માહિતી અનુસાર સ્વીફ્ટ કારમાં 5 લોકો સવાર હતા. જેમાંથી ત્રણ લોકોના ઘટના સ્થળે મોત થયા હતા. કારમાં સવાર ગોવર્ધન, રૂપેશ અને મુખ્યારી નામના ત્રણ લોકોનું મોત થયું છે.

જ્યારે ટ્રેક્ટરમાં સવાર મુકેશ અને ગાયદી નામના લોકોનું મોત થયું છે. કારમાં સવાર તમામ લોકો રાજસ્થાનના રહેવાસી હતા. આ ઉપરાંત અકસ્માતની ઘટનામાં 35 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે. તેમને સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે.

જેમાંથી કેટલાક લોકોને ગંભીર ઈજા પહોંચી છે જ્યારે કેટલાક લોકોને સામાન્ય ઇજા પહોંચી છે. મળતી માહિતી અનુસાર ટ્રેક્ટરમાં સવાર એક મુસાફરે જણાવ્યું કે, અમે બધા ગોવર્ધનની પરિક્રમા કરીને પરત આવી રહ્યા હતા. ત્યારે બપોરના સમયે અચાનક પાછળથી આવતી એક ઝડપી કારે ટ્રેક્ટર ટ્રોલીને જોરદાર ટક્કર લગાવી હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રેકટર બેકાબુ થઈને રોડની નીચે ઉતરી ગયું હતું. આ ઘટનામાં કારમાં સવાર ત્રણેય લોકોના અને ટ્રેક્ટરમાં સવાર બે લોકોના મોત થયા છે. હાલમાં તો સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*