શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે મુંબઈ-ગોવા નેશનલ હાઇવે પર બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટનામાં 9 લોકોના મોત થયા છે. તેવી માહિતી હાલમાં મળી રહે છે. અકસ્માતની ઘટના આજરોજ વહેલી સવારે મુંબઈ-ગોવા હાઇવે ઉપર બની હતી.
અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ પર ઘટના સ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો મુંબઈ-ગોવા નેશનલ હાઇવે પર ગોરગાંવ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના રોપેલી ગામ પાસે આજરોજ વહેલી સવારે 5:00 વાગ્યાની આસપાસ આ ગંભીર અકસ્માતની ઘટના બની હતી.
મુંબઈથી આવી રહેલી કાર અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત કયા કારણોસર થયો તેની હજુ કોઈ પણ ચોક્કસ માહિતી સામે આવી નથી. પ્રાથમિક તપાસમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે ધુમ્મસના કારણે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતની ઘટનામાં મૃતકોમાં 4 મહિલા અને 5 પુરુષોનો સમાવેશ થાય છે.
અકસ્માતની ઘટના બન્યા બાદ સ્થાનિક ગામ લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Maharashtra | Visuals from Goa-Mumbai highway in Repoli area in Raigad where a car accident left nine people, including a child, dead and another child injured. pic.twitter.com/oaH1qKyW83
— ANI (@ANI) January 19, 2023
આ અકસ્માતની ઘટના ટ્રક અને ઇકો કાર વચ્ચે થઈ હતી. બંને વચ્ચે ટક્કર એટલી જોરદાર હતી કે ઇકો કારનો આગળનો ભાગ ભાંગીને ભૂક્કો થઈ ગયો હતો. કોની ભૂલના કારણે અકસ્માત થયો છે તેની કોઈ પણ માહિતી સામે આવી નથી. પોલીસ સમગ્ર ઘટનાને લઈને કાર્યવાહી કરી રહે છે. ઘટનાની તપાસ પૂર્ણ થયા બાદ અકસ્માત કયા કારણોસર થયો છે તેનું ચોક્કસ કારણ સામે આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment