સમગ્ર દેશભરમાં અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. તમે ઘણી એવી અકસ્માતની ઘટનાઓ સાંભળી હશે. જેમાં એક જણાની બેદરકારીના કારણે અન્ય લોકોએ પોતાનો જીવ ગુમાવો પડતો હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક કાર ચાલકની બેદરકારીના કારણે બે મિત્રોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ ઉપરાંત કાર ચાલકે પણ આ અકસ્માતની ઘટનામાં પોતાનો જીવ ગુમાવ્યો છે.
સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો કાર ચાલકે અચાનક જ કારનો દરવાજો ખોલ્યો હતો. જેના કારણે પૂરપાટ ઝડપે આવી રહેલું બુલેટ કાર સાથે અથડાયું હતું. આ અકસ્માતની ઘટનામાં બુલેટ પર સવાર બંને મિત્રો ઉપરાંત કારચાલક પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. અકસ્માતની ઘટનામાં બુલેટ પર સવાર બંને મિત્રોનું કરુણ મોત થયું હતું.
જ્યારે કાર ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. તેને સારવાર માટે મેડિકલ કોલેજ લઈ જવામાં આવી રહ્યો હતો. ક્યારે રસ્તામાં તેને પણ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ સમગ્ર ઘટના મહોબામાંથી સામે આવી છે. બુલેટ પર સવાર બંને યુવકો લગ્ન પ્રસંગમાં હાજરી આપીને પોતાના ઘરે જઈ રહ્યા હતા. જ્યારે કારચાલક યુવક પ્રયાગરાજમાં પોતાના પિતાની અસ્થિનું વિસર્જન કરવા માટે જઈ રહ્યો હતો.
પરંતુ રસ્તામાં એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. ત્રણેયના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતા જ ત્રણેયના પરિવારમાં માતમ છવાઈ ગયું હતું. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો 30 વર્ષીય હેમાંશુ નામનો વ્યક્તિ બજાજ ફાઇનાન્સમાં નોકરી કરતો હતો.
શુક્રવારના રોજ રાત્રે તે પોતાના 32 વર્ષીય મિત્ર પવન સોની સાથે બુલેટ લઈને એક લગ્નમાં હાજરી આપવા માટે ગયો હતો. રાત્રે બાર વાગ્યાની આસપાસ બંને મિત્રો બુલેટ પર સવાર થઈને ઘર તરફ જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં એક કારચાલકની ભૂલના કારણે નરસિંહ કુટી મંદિર પાસે તેમને અકસ્માત નડ્યો હતો.
રસ્તાની બાજુમાં પાર્ક કરેલી કાર ચાલકે અચાનક જ કારનો દરવાજો ખોલીને નીચે ઉતર્યો હતો. જેના કારણે પુરપાડ ઝડપે આવતું બુલેટ કાર સાથે અથડાયું હતું. આ અકસ્માતની ઘટનામાં બુલેટ પર સવાર બંને મિત્રો ફંગોળાઈને દૂર જઈને પડ્યા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે હિમાંશુનો તો ઘટના સ્થળે જ મોત થયું હતું.
જ્યારે કારચાલક રામકૃપાલ અને બુલેટ પર સવાર પવન સોની ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની ઘટના બન્યા બાદ સ્થાનિક લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. બંને ઇજાગ્રસ્ત થયેલા યુવકોને સ્થાનિક લોકો સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોડી રાત્રે કારચાલક રામકૃપાલ મોત થયું હતું. જ્યારે પવન સોનીનું આજ રોજ બપોરે સારવાર દરમિયાન મોત થયું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment