ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહે છે. તમે ઘણી એવી અકસ્માતની ઘટનાઓ સાંભળી છે. જેમાં અકસ્માતના કારણે હસતો ખેલતો પરિવાર વિખરાઈ ગયો હશે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ ગંભીર અકસ્માતની ઘટનામાં એક પરિવાર વિખાઈ ગયો છે.
નેશનલ હાઇવે નંબર 65 પર કાર અને ટ્રક વચ્ચે ટક્કર તથા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ગંભીર અકસ્માતની ઘટનામાં માતા-પિતા અને દીકરી સહિત ચારના મૃત્યુ થયા છે. અકસ્માતની ઘટના બની આબાદ હાઇવે રોડ બ્લોક થઈ ગયો હતો. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.
ઘટનાની માહિતી મળતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. આ ગંભીર અકસ્માતની ઘટના આજરોજ સવારે 9:00 વાગ્યાની આસપાસ સિકર જિલ્લાના લક્ષ્મણગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે જણાવ્યું કે, કાર હિસારથી સાલાસર આવી રહી હતી.
આ દરમિયાન નેશનલ હાઈવે નંબર 65 પર પેટ્રોલ પંપ પાસે કાર સામેથી આવી રહેલા ટ્રક સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારના બે ભાગ થઈ ગયા હતા. અકસ્માતની ઘટનામાં કારમાં સવાર ચાર લોકોના કરુણ મૃત્યુ નીપજ્યા છે.
ગંભીર અકસ્માતની ઘટના બન્યા બાદ ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. અકસ્માતના પગલે ઘટના સ્થળે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ પોલીસે આ સમગ્ર ઘટનાની જાણ મૃતકના પરિવારજનોને કરી હતી.
આ ઘટનામાં 35 વર્ષીય રણવીર, તેની 32 વર્ષીય પત્ની રેણુ, બે વર્ષેની દીકરી પ્રાચી અને પાંચ વર્ષના ભત્રીજા કાર્તિકનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. આ ઘટના બનતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. એક જ પરિવારના ચાર સભ્યોના મૃત્યુ તથા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment