અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે ત્યારે રાજસ્થાનના બાડમેર માં એક બસ અને ટ્રક વચ્ચે ટક્કર થતાં મોટી અકસ્માતની ઘટના સર્જાય છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં 11 થી પણ વધારે લોકોના મૃત્યુ થયા છે. આ ઉપરાંત કેટલાય લોકો અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
મળતી માહિતી અનુસાર બસ અને ટ્રક વચ્ચે જબરદસ્ત ટક્કર થતા આગ લાગી હતી. તેના કારણે 11 લોકો જીવતા ભળી ગયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.
બસ અને ટ્રક વચ્ચે જબરદસ્ત થતા સર્જાયો ગંભીર અકસ્માત, 11 લોકો જીવતા બળી ગયા… pic.twitter.com/DlTisPEGgK
— GUJJU ROCKZ (@gujju_rockz) November 10, 2021
ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસો ચાલુ થઈ ગયા છે. અને હજુ પણ બસની અંદર મુસાફરો ફસાયા હોવાની વાત સામે આવી છે. મળતી માહિતી અનુસાર બસ જોધપુર તરફ જઈ રહી હતી. ત્યારે ભાંડિયાવાસ ગામ નજીક ટ્રક અને બસ વચ્ચે ટક્કર થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો.
મળતી માહિતી અનુસાર બસની અંદર 25 લોકો મુસાફરી કરી રહ્યા હતા. બસ અને ટ્રક વચ્ચે ટક્કર થતા બસની અંદર આગ લાગી ઉઠી હતી. બસની અંદર બેઠેલા લોકો પોતાનો જીવ બચાવવા માટે બસના કાચ તોડીને બહાર નીકળ્યા હતા.
અકસ્માતની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આવી હતી અને પોલીસ દ્વારા 10 લોકોને બસમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. અકસ્માતના કારણે હાઇવે રોડ પર લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. મળતી માહિતી અનુસાર બસ સવારે લગભગ 10 વાગ્યાની આસપાસ બોલાતોરથી રવાના થઈ હતી.
ત્યારે રોંગ સાઈડમાંથી આવતા એક ટ્રકે બસને જબરદસ્ત ટક્કર લગાવી હતી. ત્યારબાદ બસમાં અચાનક જ આગ લાગી ઉઠી હતી. આ અકસ્માતમાં 11 લોકો જીવતા બળી ગયા છે. આ અકસ્માતના બાબતે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે તે પોતાનું દુખ વ્યક્ત કર્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment