જાનમાં પરત ફરી રહેલી સ્કોર્પિયો કાર રોડની સાઈડમાં પાર્ક કરેલા ટ્રકની પાછળ ઘૂસી જતાં સર્જાયો ગંભીર અકસ્માત, 2 લોકોના ઘટનાસ્થળે મૃત્યુ…

Published on: 3:02 pm, Sat, 21 May 22

ગુજરાત સહિત સમગ્ર દેશમાં અકસ્માતના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે. ત્યારે હાલમાં સમસ્તીપુરમાં બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં જાન માંથી પરત ફરી રહેલા લોકોને રસ્તામાં અકસ્માત નડયો હતો. આ અકસ્માતની ઘટનામાં 2 લોકોના કરૂણ મૃત્યુ થયા છે.

જ્યારે 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી અનુસાર સ્કોર્પિયો કારમાં જાન માંથી પરત ફરી રહ્યા હતા. ત્યારે સમસ્તપુરાના કલ્યાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારના બકમારા પૂલ પાસે રોડના કિનારે પાર્ક કરેલા ટ્રકની પાછળ સ્કોર્પિયો કાર ઘૂસી ગઈ હતી.

આ ઘટનામાં કારમાં સવાર 2 લોકોના ઘટના સ્થળે કરૂણ મૃત્યુ થયા છે. જ્યારે અન્ય ચાર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણ થતા આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. ઉપરાંત પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી.

અકસ્માતની ઘટનામાં 50 વર્ષીય પવિત્રા અને 70 વર્ષીય રામ જીવન મિશ્રનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું હતું. જ્યારે અન્ય ચાર લોકોને આસપાસના લોકો દ્વારા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર રોડના કિનારે પાર્ક કરેલા પંચર પડ્યું હતું.

તેના કારણે તે રોડની સાઈડમાં ઉભો હતો. આ દરમિયાન પાછળથી આવતી સ્કોર્પિયો કાર ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી. જેના પગલે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઇને તપાસ શરૂ કરી હતી.

પોલીસે મૃત્યુ પામેલા લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યા હતા. મૃતકોના પરિવારજનોને અકસ્માતની જાણ થતા પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. હાલમાં બીજા ગ્રસ્ત લોકોની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!