આજરોજ સવારે બનેલી એક દર્દનાક અને રુવાડા ઉભા કરી દેનારી અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર કેદારનાથ જઈ રહેલા 5 લોકોને રસ્તામાં ગંભીર અકસ્માત નડયો હતો. આ અકસ્માતની ઘટનામાં 5 લોકોના કરૂણ મૃત્યુ થયા છે. મળતી માહિતી અનુસાર અકસ્માત બનતા જ ચારે બાજુ ભારે અફરાતફરી મચી ગઇ હતી.
મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટના આજરોજ સવારે બુલંદશહેરમાં બની હતી. મળતી માહિતી અનુસાર બુલંદશહેર – મેરઠ હાઇવે પર રોડની બાજુમાં ઊભેલા કન્ટેનરમાં પુરપાટ ઝડપે જતી એક સ્કોર્પિયો કાર ઘૂસી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો.
ટક્કર એટલી જોરદાર હતી કે કારનો ભાંગીને ભુક્કો થઈ ગયું હતું. અકસ્માતની ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસ તપાસમાં જાણવા મળી રહ્યું છે કે, સ્કોર્પિયો કારનું સ્પીડનું મીટર 150 બંધ હતું. આ અકસ્માતની ઘટનામાં 25 વર્ષ હિમાંશુ અગ્રવાલ, 22 વર્ષીય પારસ, 23 વર્ષીય શા, 6 વર્ષીય હાર્દિક અને 4 વર્ષીય વંશનું કરૂણ મૃત્યુ થયું છે.
આ તમામ લોકો દેવીપુરીના રહેવાસી હતા. અકસ્માતની ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઉપરાંત મૃત્યુ પામેલા પાંચેય લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવશે.
આજરોજ સવારે સ્કોર્પિયો કારમાં બદ્રીનાથ કેદારનાથ જવાનું હતું. આ દરમિયાન રસ્તામાં તેમને અકસ્માત નડયો હતો. પોલીસ તપાસ અનુસાર જાણવા મળી રહ્યું છે કે ડ્રાઇવરને ઊંઘ આવી જવાના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો.
ઊંઘના કારણે સ્કોર્પિયો કાર બેકાબુ થઇને કન્ટેનર સાથે અથડાયા હતી. અકસ્માતની ઘટનાની જાણ થતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ પોતાનું દુખ વ્યક્ત કર્યું હતું. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment