મહેસાણામાં બાઈકને બચાવવા જતા 10 લોકોથી ભરેલી એક સ્કોર્પિયો કાર કુવામાં ખાબકી, 1 મહિલા અને 1 બાળકનું મૃત્યુ…

Published on: 11:39 am, Mon, 18 October 21

રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ઘણી વખત અકસ્માતમાં એક જણાને બચાવવામાં તેની પાછળ કેટલાક નિર્દોષો પોતાનો જીવ ગુમાવે છે. ત્યારે તેવી જ ઘટના મહેસાણા ની સામે આવી છે. મળતી માહિતી મુજબ મહેસાણાના સતલાસણા તાલુકામાં ગઈકાલે રાત્રે એક અકસ્માતની ઘટના બની હતી.

જેમાં એક બાઈક સવારને બચાવવા જતા એક સ્કોર્પિયો કાર કૂવાની અંદર ખાબકી ગઇ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર એક મહિલા અને એક બાળકનું મૃત્યુ થયું છે. મળતી માહિતી અનુસાર કારની અંદર 10 લોકો સવાર હતા.

મળતી માહિતી અનુસાર સતલાસણામાં આવેલી પટેલ વાડી નજીક રાત્રે આઠ વાગ્યાની આસપાસ એક સ્કોર્પિયો કાર પસાર થઇ રહી હતી. ત્યારે રસ્તામાં એક બાઈક આડી આવી હતી અને બાઈકને બચાવવા જતાં સ્કોર્પિયો કાર ચાલકે સ્ટેરીંગ કાબુ ગુમાવ્યો હતો અને કાર એક કુવામાં ખાબકી ગઇ હતી.

ઘટનાની જાણ થતા જ આસપાસના લોકોને ગામના લોકો ઘટનાસ્થળે પહોંચી આવ્યા હતા. ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર સ્કોર્પિયો કારમાં 10 લોકો સવાર હતા.

મળતી માહિતી અનુસાર અકસ્માતમાં જળીબા વાઘેલા અને યશરાજસિંહ દરભુ ચૌહાણનું મૃત્યુ થયું છે તેવી માહિતી સામે આવી છે. આ ઉપરાંત કારમાં સવાર અન્ય લોકોને નાની મોટી ઈજા પહોંચી છે.

મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત લોકોને વડનગર સિવિલ હોસ્પિટલમાંથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા હતા. જ્યારે 6 લોકો ને વડનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. અકસ્માતમાં દોઢ વર્ષના બાળકને 60 વર્ષની એક મહિલાનું મૃત્યુ થયું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!