આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા એવા વિડીયો વાયરલ થતા હોય છે જે જોઈએ આપણને નવાઈ લાગે છે અને અમુક વખત તો હસવું પણ આવે છે. હાલમાં આવો જ એક વિડીયો દિલ્હી માંથી સામે આવ્યો છે જેમાં એક રીક્ષા ચાલકે ટ્રાફિક જામથી બચવા માટે ભીડવાળા ફૂટઓવર બ્રિજ પર રિક્ષા ચઢાવી દીધી.
આ ઘટના હમદર્દ નગર રોડ લાઈટ સંગમ વિહાર ટ્રાફિક સર્કલ પર બની હતી. ઉલ્લેખનીય છે કે રીક્ષા ચાલક ફૂટ ઓવરબ્રિજની નીચેના રસ્તા પર જામમાં ફસાયેલો હતો. ટ્રાફિક થી બચવાની કોશિશમાં તેણે રીક્ષા ફૂટપાથ પર ચઢાવી દીધી અને ફૂટઓવર બ્રિજના દાદર પર રીક્ષા ચલાવવાનુ શરૂ કરી દીધું. વીડિયોમાં જોઈ શકો છો કે જ્યારે ડ્રાઇવર રીક્ષા ને પુલ પર ચલાવે છે ત્યારે રીક્ષામાં કોઈ સવારી હતી નહીં.
#delhi : 😲 Autowala Took His auto in Foot over bridge to avoid traffic in Delhi. #viralvideo pic.twitter.com/5tcJN2C2oY
— Bored Journalist (@boredjourno) September 3, 2023
જોકે ડ્રાઇવરને દાદર પર રિક્ષા ચઢાવવામાં મદદ કર્યા પછી એક અન્ય વ્યક્તિને રીક્ષામાં બેસતો જોઈ શકાય છે. તેની વચ્ચે ફૂટ ઓવરબ્રિજ પર ચાલી રહેલા લોકો આ જોઈને ચોકી જાય છે, ત્યાર પછી ત્યાં ચાલતા લોકોએ રીક્ષા ચાલકને આગળ જવા માટે જગ્યા કરી આપી હતી. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી દિલ્હી પોલીસે રિક્ષા જપ્ત કરી લીધી. 25 વર્ષીય રીક્ષા ચાલકની ધરપકડ કરી લીધી જે સંગમ વિહારનો નિવાસી છે.
જે વ્યક્તિએ રીક્ષા ચાલકની મદદ કરી અને રીક્ષામાં બેસી ગયો તેની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. તેની ઓળખ સંગમ વિહાર નિવાસી અમિતના રૂપમાં થઈ છે, આ ઘટના ત્રણ સપ્ટેમ્બર ના રોજ બની હતી. ધરપકડ કરવામાં આવેલ રીક્ષા ચાલકનું કહેવું છે કે તેની માતાની તબિયત ખરાબ થઈ ગઈ હતી અને તેને તરત હોસ્પિટલ લઈ જવાની હતી માટે તેણે આ પગલું ભર્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment