બાઈક પર સવાર માતા અને દીકરાને રીક્ષા ચાલકે ટક્કર લગાવી, દીકરાની નજર સામે માતાનું મોત… ગોહિલ પરિવારમાં માતમ છવાઈ ગયો…

હાલમાં રાજકોટમાં બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી રહી છે. રાજકોટમાં નરસિંહનગરમાં રેતી વૃદ્ધ માતા પોતાના દીકરાની બાઈકની પાછળ બેસીને છતર ગામ લૌકિક ક્રિયામાં જતા હતા. આ દરમિયાન મોરબી રોડ ઉપર એક રીક્ષા ચાલકે તેમની બાઈક અને જોરદાર ટક્કર લગાવી હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે આ અકસ્માતની ઘટનામાં પુત્રની નજર સામે માતાનું મોત થયું હતું. આ વાતના સમાચાર મળતા જ પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો.  સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો નરસિંહ નગરમાં રહેતા મનુબેન મૂળજીભાઈ ગોહિલ નામના 60 વર્ષની વૃદ્ધ મહિલા પોતાના દીકરા ધર્મેશ ગોહિલની બાઈકની પાછળ બેસીને બપોરે ત્રણેક વાગ્યાની આસપાસ મોરબી રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા.

આ દરમિયાન મારવાડી યુનિવર્સિટી પાસે તેઓ પહોંચ્યા ત્યારે એક રીક્ષા ચાલકે તેમની બાઈકને ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માતની ઘટનામાં મનુબેન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ તેમને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

જ્યાં હાજર ડોક્ટરે મનુબેનને મૃત જાહેર કર્યા હતા. આ વાતને સમાચાર મળતા જ ગોહિલ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. ઘટનાની માહિતી મળતા જ મનુબેનના સગા સંબંધીઓ ઉપરાંત પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી.

ત્યારબાદ પોલીસે મનુબેનના મૃત દઈને પોસ્ટમોટમ માટે મોકલી આપ્યું હતું અને ઘટનાને લઈને વધુમાં તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક પૂછપરછ માં જાણવા મળી રહ્યું છે કે મનુબેનને સંતાનમાં બે દીકરા અને એક દીકરી છે. આ ઘટના બનતા જ ત્રણ સંતાન હોય માતાની છત્ર છાયા ગુમાવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*