માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો : 8 વર્ષના બાળકે મોબાઇલમાં હોરર મુવી જોયું, ત્યારબાદ બાળકે કર્યું એવું કે તેનું કરૂણ મૃત્યુ થયું – જાણો સમગ્ર ઘટના

Published on: 4:38 pm, Thu, 2 June 22

આજના યુગમાં મોબાઈલ બાળકો માટે જીવલેણ બની ગયો છે, ત્યારે તેવી બનતી ઘટનાઓ પણ બાળકો માટે ગંભીર પરિસ્થિતિમાં ફેરવાઈ જાય છે. આ ડિજિટલ યુગમાં મોબાઈલના જેટલા લાભો છે તેટલા જ ગેરલાભો પણ છે. એવી જ એક ઘટના મહારાષ્ટ્રના પુણે નજીક આવેલા પિંપરી-ચિંચવાડમાં હૃદયસ્પર્શી આવે એવી ઘટના બની છે.

આ ઘટના વિશે વિસ્તૃતમાં વાત કરીએ તો 8 વર્ષના બાળક કે મોબાઈલ ફોનમાં હોરર ફિલ્મ જોઈ ત્યારબાદ સીન રીક્રિએટ કરવા માટે તેણે ઘણા પ્રયાસો કર્યા. તેમાં ફાંસી લગાવીને જીવ પણ આપી દીધો. એટલું જ નહીં પરંતુ બાળક કે પહેલા પોતાની ઢીંગલીને ફાંસી આપી ત્યાર બાદ પોતે પણ ફાંસીએ લટકીને આ પગલું ભર્યું હતું.

તેથી બાળકોને વપરાશ પૂરતો જ મોબાઈલ આપવા માટે માતા-પિતાએ ધ્યાન રાખવું જોઈએ. સોમવારની ઘટના બની હતી કે જેમાં 8 વર્ષનો બાળક જે મમ્મી પપ્પા, ભાઈ, બહેન સાથે રહેતો હતો. જે સમયે તેની મમ્મી રસોડામાં કામ કરી રહી હતી ત્યારે ભાઈ અને બહેન બંને બેસીને ભણી રહ્યા હતા. એવામાં બાળક રૂમમાં એકલો હતો અને મોબાઇલ ફોનમાં હોરર મુવી જોઈ રહ્યો હતો.

તેમાંથી ઘણા એવા સીન રિક્રિએટ કરવા માટે તેણે પહેલા તેની ઢીંગલી લઇ આવ્યો અને તેને કાળું કપડું બાંધી દીધુ અને લટકાવી દીધી. ત્યારબાદ તેણે પણ એક બારી સાથે બાંધેલું દોરડું પોતાના ગળામાં બાંધ્યો અને બેડ પરથી કુદી ગયો. એટલું જ નહીં પરંતુ તેના પગ જમીન સુધી પહોંચતા હતા કારણ કે દોરી નાની હતી અને તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું.

આ જોઇને તેમના માતા-પિતા પગ નીચેથી જમીન ખસી ગઈ. ત્યારે આમાં બાળકની માતાની બેદરકારી કહી શકાય. એવા બાળકની માતાને પૂછવામાં આવ્યું, ત્યારે તેણે કહ્યું હતું કે હું ઉપર કામ કરી રહી હતી ત્યારે બાળક ગેમ રમી રહ્યો હતો. નીચે આવીને જોયું તો સુતો હતો. મોઢા પર કપડું બાંધ્યું હતું તેથી જ્યારે મેં કપડું હટાવ્યું ત્યારે તેના ગળામાં ફંદો પણ દેખાયો.

બાળક અને તેની માતા તાત્કાલિક તેને હોસ્પિટલ લઈ ગઈ હતી. તે દરમિયાન તબીબો દ્વારા બાળકને મૃત જાહેર કરવામાં આવ્યો હતો અને હાલ તો તેના મૃતદેહને પોસ્ટ મોર્ટમ ખાતે ખસેડવામાં આવ્યો છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!