મિત્રો આજરોજ સવારે હિમાચલના ખુલ્લુમાં બનેલી એક મોટી દુર્ઘટના બની છે. મળતી માહિતી અનુસારઆ ઘટનામાં બાળકો સહિત 16 લોકોનાં મૃત્યુ થયા છે. એક પ્રવાસીઓથી ભરેલી ખાનગી બસ ખીણમાં પડી ગઈ હતી. આ કારણોસર આ ગંભીર અકસ્માતની ઘટના બની હતી.
મળતી માહિતી અનુસાર અકસ્માતની ઘટના બની ત્યારે બસની અંદર લગભગ 45 લોકો સવાર હતા. જેમાંથી 16 લોકોના કરુણ મૃત્યુ નીપજ્યા છે અને ઇજાગ્રસ્ત થયેલા લોકોને ખીણમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે. આ સમગ્ર ઘટનાની જાણ થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, હિમાચલ પ્રદેશના કુલુમાં બનેલી મોટી દુર્ઘટના હચમચાવી દે તેવી છે. આ ઘટનામાં મૃતક ના પરિવાર સાથે મારી સંવેદના છે. મને આશા છે કે, આ ઘટનામાં જે ઇજાગ્રસ્ત થયા છે તે ખૂબ જ ટૂંકા સમયમાં સાજા થઈ જશે.
મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે, આ ગંભીર અકસ્માતની ઘટના આજરોજ સવારે લગભગ આઠ વાગ્યાની આસપાસ હિમાચલ પ્રદેશમાં કુલુમાં સૈંજ ખીણમાં બની હતી. મળતી માહિતી અનુસાર ડીસ્ટ્રીક કમિશનરે કહ્યું કે, મૃત્કોની સંખ્યામાં વધારો થઈ શકે છે. આ ઘટનામાં બસમાં સ્કૂલના બાળકો હતા.
આ મોટી દુર્ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. ઉપરાંત પોલીસ અને બચાવ ટીમ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ઘટનામાં 16 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે ઇજાગ્રસ્ત લોકોને ખીણમાંથી બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment