હાલમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં જેલમાં બંધ આરોપીના પેટમાં કંઈક એવી વસ્તુ જોવા મળી કે જોઈને પોલીસ અને ડોક્ટર જોકે ઉઠ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો જેલમાં બંધ આરોપીને શુક્રવારના રોજ અચાનક જ પેટમાં દુખાવો ઉપડ્યો હતો.
વાત ની જાણ પોલીસ જનતા પોલીસ આરોપીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. હોસ્પિટલમાં સૌપ્રથમ કેદીની પેટમાં દુખવાની ફરિયાદના આધારે તેનો એક્સરે કરાવવામાં આવ્યો હતો. શરીરનો એક્સપ્રેસ સામે આવતા જ ખબર પડી કે કેદીના પેટમાં મોબાઈલ ફસાયેલો છે.
સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો આ ઘટના ગોપાલગંજમાં બની હતી. અહીં કૌશર અલી નામના યુવકને પોલીસે ડ્રગ્સની હેરાફેરીના આરોપમાં જેલમાં મોકલી દીધો હતો. શુક્રવારના રોજ જ્યારે પોલીસ તપાસ માટે જેલમાં પહોંચી ત્યારે કૌશર અલી મોબાઇલ પર કોઈની સાથે વાતચીત કરી રહ્યો હતો. પોલીસને આવતી જોઈને ડરના કારણે આરોપી પોતાનો મોબાઈલ ગળી ગયો હતો
. મોબાઈલ ગલીયા બાદ થોડાક સમય પછી તેને અચાનક જ પેટમાં દુખાવો પડ્યો હતો. જેના કારણે પોલીસ આરોપીને હોસ્પિટલ લઈ ગઈ હતી. આરોપીનો કરાવ્યો ત્યારે ખબર પડી કે તેના પેટમાં તો મોબાઈલ છે. મળતી માહિતી અનુસાર મોબાઈલ છાતીના નીચેના ભાગમાં ફસાયેલો છે. એના કારણે કેદીની તબિયત ખૂબ જ બગડી ગઈ હતી. હાલમાં આરોપીની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. તેને સદર હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં ડોક્ટરની દેખરેખ હેઠળ સારવાર આપવામાં આવી રહી છે.
કહેવામાં આવી રહ્યું છે કે કૌશર અલીને 2020થી ડ્રગ્સ સ્મગલિંગ કેસમાં જેલમાં બંધ છે. 17 ફેબ્રુઆરીના રોજ સવારના સમયે તે ફોન પર વાતચીત કરી રહ્યો હતો આ દરમિયાન પોલીસની ટીમ તપાસ માટે આવી હતી. પોલીસને જોઈને આરોપી કૌશર અલી ખૂબ જ ડરી ગયો હતો જેના કારણે તે પોતાનો મોબાઇલ ગળી ગયો હતો.
બે દિવસ બાદ તેને અચાનક જ પેટમાં ખૂબ જ દુખાવો પડ્યો હતો. પછી તેને હોસ્પિટલમાં લાવવામાં આવ્યો ત્યારે આ વાતની જાણ થઈ હતી. દર્દીની સ્થિતિ હવે સ્થિર છે હવે વધુ તપાસ માટે તેને ઉચ્ચ કેન્દ્રમાં મોકલવામાં આવશે. હવે આગામી દિવસોમાં ખબર પડશે કે મોબાઈલ કેવી રીતે બહાર આવશે અથવા તો તેના માટે ઓપરેશન કરવું પડશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment