દેશભરમાં દરરોજ ઘણી અવારનવાર ઘટનાઓ બનતી હોય છે. ત્યારે શુક્રવારના રોજ મોડી રાત્રે બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં મોડી રાત્રે રસોડામાં ચા બનાવી રહેલી એક ગર્ભવતી મહિલા સાથે અચાનક જ કંઈક એવી ઘટના બની કે આખો પરિવાર દોડતો થઈ ગયો હતો.
જાણવા મળી રહ્યું છે કે, મહિલા જ્યારે રસોડામાં ચા બનાવી રહી હતી ત્યારે એક ઝેરીલા સાથે મહિલાને ડંખ માર્યો હતો. ઘટના બન્યા બાદ પરિવારના સભ્યો મહિલાને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં હોસ્પિટલ પહોંચે તે પહેલા તો રસ્તામાં જ તેનું મોત થઈ ગયું હતું.
મહિલાનું મોત થતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મૃત્યુ પામેલી મહિલાનું નામ સુમિત્રા દેવી હતું અને તેની ઉંમર 25 વર્ષની હતી. આ ઘટના બિહારના ભોજપુર જિલ્લામાંથી સામે આવી રહી છે.
મળતી માહિતી અનુસાર, સુમિત્રા દેવીના લગ્ન ગયા વર્ષે જૂન મહિનામાં થયા હતા. સુમિત્રા દેવી સાત મહિનાની ગર્ભવતી હતી. શુક્રવારના રોજ મોડી રાત્રે સુમિત્રા દેવી પરિવારના સભ્યો માટે ચા બનાવી રહી હતી. આ દરમિયાન એક ઝેરીલા સાપે મહિલાને ડંખ માર્યો હતો.
પછી મહિલાએ પરિવારના સભ્યોને કહ્યું કે મારા પગમાં કંઈક કરડ્યું છે. પછી અચાનક જ તેની તબિયત ખૂબ જ બગડી ગઈ હતી. પછી મહિલાને તાત્કાલિક ખાનગી વાહનમાં સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે મહિલાને મૃત જાહેર કરી હતી.
ઘટનાની માહિતી મળતા પોલીસ હોસ્પિટલ ખાતે પહોંચી આવી હતી. ત્યારબાદ મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યું હતું. ગર્ભવતી મહિલાઓનું મોત થતા તેના પરિવારના સભ્યો અને સગા સંબંધીઓમાં માતમ છવાઈ ગયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment