મિત્રો તમે સોશિયલ મીડિયામાં દરરોજ ઘણી અકસ્માતની ઘટનાઓના વિડીયો જોતા હશો. ત્યારે નેશનલ હાઈવે 68 પર શુક્રવારના રોજ લગભગ રાત્રે 8:00 વાગ્યાની આસપાસ બનેલી એક ગંભીર અકસ્માતની ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક કાર અને ટેન્કર વચ્ચે ટક્કર થતાં એક યુવકનું મૃત્યુ થયું છે.
આ ઘટના સાંચોરના નેશનલ હાઈવે 68 પર બની હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારનો આગળનો ભાગ ઉડી ગયો હતો. અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવકનું નામ રમેશ નાઈ હતું અને તેની ઉંમર 32 વર્ષની હતી. રમેશ ગાંધવનો નિવાસી હતો. આ ગંભીર અકસ્માતની ઘટના ઘટના સ્થળે નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
જે અકસ્માતના સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. મળતી માહિતી અનુસાર કારમાં સવાર થઈને રમેશ ગાંધવથી સાંચોર તરફ જઈ રહ્યો હતો. જ્યારે ટેન્કર સાંચોર થી બાડમેર તરફ જઈ રહ્યું હતું. આ દરમિયાન ધામણા ગામ પાસે કાર અને ટેન્કર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી.
ટક્કર એટલી જોરદાર હતી કે કારનો આગળનો સંપૂર્ણ ભાગ ઉડી ગયો હતો. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ લોકોએ આ ગંભીર અકસ્માતની ઘટનાની જાણ પોલીસને કરી હતી. પોલીસ પોતાની ટીમ સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી.
રમેશના મૃત્યુની જાણ તેના પરિવારજનોને થતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. અકસ્માતની ઘટના બન્યા બાદ સાંચોર વેપારી મંડળના સભ્યોએ આક્ષેપ કર્યો હતો કે, આ હાઇવે બે વખત તૂટી ગયો હોવા છતાં પણ હજુ તેનું રીપેરીંગ કામ થયું નથી.
મળતી માહિતી અનુસાર હાઇવેના રીકાર્પેટનો વર્ક ઓર્ડર ઈશ્યુ થયાને બે મહિનાથી પણ વધુ સમય વીતી ગયો છે. ગાંધવ થી ગુજરાત બોર્ડર સુધી રીકાર્પેટનું કામ છ મહિનામાં પૂર્ણ કરવાનું છે. પરંતુ બે મહિનાનો સમય વીતી ગયો છતાં પણ હજુ કામ શરૂ નથી થયું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment