જુનાગઢ જિલ્લાના ખડીયા ગામે છ માર્ચ 2024 ના રોજ પોલેની યુવતી એલેક્ઝાન્ડ્રા પાહુસ્કા આહીર યુવક અજય અખેડ સાથે લગ્નગ્રંથીમાં જોડાશે. આચાર્ય બલરામ ચાવડાએ જણાવ્યું કે જૂનાગઢ જિલ્લાના ખડીયા ગામના ખેતીના વ્યાવસાય સાથે જોડાયેલા પરબત કાનાભાઈ અખેડનો પુત્ર અજય પોલેન્ડ માં અભ્યાસ અર્થે ગયેલો હતો
અને ગડાસ બેંક માં નોકરી મળતા ત્યાં જ સ્થાયી થયેલો છે.અભ્યાસ નોકરી દરમીયાન પરિચય માં આવેલી પોલેન્ડ ની યુવતી એલેકઝાન્દ્રા પહુસ્કા કે બોઇંગ કંપનીમાં સ્પેશિયલ ટેકનીશીયન છે અને એમની સાથે મિત્રતા થતા એ મૈત્રી સમયે જતા
પ્રેમમાં પરિણમી અને બંને લગ્નગ્રંથિમાં જોડાવાનું નક્કી કર્યું હતું.માતા જાહીબેન અને પિતા પરબતભાઈ અખેડ નો અજય એકનો એક દીકરો હોય અને અહી ભારતીય વિધિ વિધાન પ્રમાણે લગ્ન થાય એવી ઈચ્છા હોવાથી હિન્દુ લગ્ન વિધિ મુજબ ગુરુદેવ બાપુ ની ઝોપડી પાસે ખડીયા મુકામે લગ્ન કરશે.આ લગ્નની તૈયારી રૂપે કન્યાદાતા રાયસિંહ ભાઈ સિહાર
અને તેમના ધર્મપત્ની મનિષાબેન યુવતી ને આપણા ભારતીય પહેરવેશ આહીર પહેરવેશ અને લગ્નના દ્રીત તેમના ધર્મપત્ની મનિષાબેન યુવતી ને આપણા ભારતીય પહેરવેશ આહીર પહેરવેશ અને લગ્નના રીત રિવાજ મુજબ વિદ્યા અને વિધાનો સાથે હિન્દુ વિધિ પ્રમાણે તેમના લગ્ન કરશે અને તેમને અહીંની ભાષા શીખવવાના પણ પ્રયત્ન કરશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment