આજકાલે જીવ ટૂંકાવાની ઘટનાઓ ખૂબ જ સામાન્ય બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. કારણકે દિવસેને દિવસે સતત આવી ઘટનાનો વધારો થઈ રહ્યો છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક પોલીસ કર્મચારીએ પોતાની સર્વિસ રિવોલ્વરથી પોતાના જ ઉપર ગોળી ચલાવીને પોતાનું જીવન ટૂંકાવવી લીધું હતું.
આ ઘટના બનતા જ પોલીસ કર્મચારીના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર પોલીસ કર્મચારીના મૃતદેહ પાસેથી સર્વિસ રિવોલ્વર મળી આવી હતી. મૃત્યુ પામેલા પોલીસ કર્મચારીનું નામ આશુતોષ કુમાર હતું. તેઓ મૂળ બિહારના ભોજપુર જિલ્લાના અગિયાના રહેવાસી હતા.
આ ઘટના ઝારખંડના લોહરદગા જિલ્લામાં બની હતી. પોલીસ કર્મચારીએ કયા કારણોસર આ પગલું ભર્યું તે જાણી શકાયું નથી. આ ઘટનાની માહિતી મળતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. મળતી માહિતી અનુસાર ઘટના સ્થળે પહોંચેલી પોલીસે રૂમનો દરવાજો તોડીને રૂમની અંદર પ્રવેશ મેળવ્યો હતો.
ત્યારે રૂમમાંથી પોલીસ કર્મચારીનું મૃતદેહ મળી આવ્યું હતું. તેમના મૃતદેહ પાસેથી એક રિવોલ્વર મળી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે તપાસ હાથ ધરી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે કૌટુંબિક ઝઘડાઓના કારણે પોલીસ કર્મચારીએ પોતાનું જીવન ટૂંકાવ્યું હશે. પરંતુ પોલીસ કર્મચારીએ પોતાનું જીવન શા માટે ટૂંકાવ્યું તેની કોઈપણ ચોક્કસ માહિતી સામે આવી નથી.
મૃત્યુનું કારણ જાણવા માટે એની કામગીરીમાં પોલીસ લાગી ગઈ છે. પોલીસે મામલાની તપાસ માટે ફિંગર પ્રિન્ટ એક્સપર્ટ ને બોલાવ્યા હતા. પિસ્તોલ અને અન્ય જગ્યાએથી ફિંગર પ્રિન્ટ લીધા બાદ મૃતક પોલીસ કર્મચારીના મૃત દેને પોસ્ટમોર્ટમ માટે સદર હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યું હતું.
આ ઘટનાની જાણ થતા પોલીસ કર્મીના સંબંધીઓ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. આજરોજ પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મૃતદેહને પરિવારજનોને સોંપી દેવામાં આવ્યું હતું. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment