સુરતમાં પોલીસ કર્મચારીએ છુટા હાથે બુલેટ ચલાવ્યું, શું આ પોલીસ વાળાને દંડ થશે..? તમારું મંતવ્ય કોમેન્ટ બોક્સમાં જરૂર આપજો…

આપણે સોશિયલ મીડિયા પર ઘણા એવા સ્ટંટ ના વિડીયો જોયા છે જે જોઈને આપણે ચોકી જઈએ છીએ. ઘણા લોકો તો એવા સ્ટંટ કરતા હોય છે, જેમાં તેમનું જ જીવનું પણ જોખમ હોય છે. આપણે અવારનવાર સ્ટંટબાજ નબીરાઓના વિડીયો જોતા હોઈએ છીએ.

જેમાં તેઓ ખુલ્લા હાથે બાઈક ચલાવતા હોય છે કે પછી રીલ્સની ઘેલછામાં જીવને જોખમમાં મુકતા સ્ટંટ કરતા હોય છે. પરંતુ પોલીસ એવા સ્ટંટ કરવા લાગે તો અસામાજિક તત્વોને કહેવું જ શું અને એમને ડર પણ કોનો રહે. આ વાત એટલા માટે જણાવી રહ્યા છીએ કારણ કે સુરતમાં કાયદાનું ભાન કરાવતી પોલીસ જ કાયદો ભૂલી ગઈ હોય તેવો વિડીયો સામે આવ્યો છે.

સુરતમાં કાયદાનું ભાન કરાવતી પોલીસ જ કાયદા પ્રત્ય સભાન ન હોય તેવો વિડીયો સામે આવ્યો છે. પોલીસ કર્મી જ વર્દીમાં છુટા હાથે બેફામ બુલેટ બાઈક ચલાવતા નો વિડીયો સામે આવ્યો. છુટા હાથે બેફામ બુલેટ ચલાવતા પોલીસ કર્મી નો વિડીયો વાયરલ થતા લોકો આ પોલીસ કર્મી પ્રત્યે કાર્યવાહી કરવા પણ જણાવી રહ્યા છે.

સ્ટંટ બાજ પોલીસ કર્મી નો વિડીયો સુરતના અઠવા વિસ્તારનો હોવાની ચર્ચા છે. જે વિડિયો અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે તેમજ લોકો જણાવી રહ્યા છે કે જો રક્ષક જ ભક્ષક બને તો શું જેવો કિસ્સો છે. કારણકે સ્ટંટ બાજુ નબીરાઓને પોલીસનો ડર હોય છે પરંતુ પોલીસ જ આવા સ્ટંટ કરતી હોય તો શું ? અત્રે ઉલ્લેખનીય વાત છે કે બેફામ બુલેટ ચલાવતા પોલીસ કર્મી પર કાર્યવાહી થશે કે શું તે જોવાનું રહ્યું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*