રાજકોટમાં લોકોને બચાવવા માટે પોલીસનું વાન ઘૂંટણ સુધીના પાણીમાં વધી રહી છે આગળ – જુઓ વિડિયો

86

ગુજરાત રાજ્યમાં છેલ્લા બે દિવસથી વરસાદ મને મૂકીને વરસી રહ્યો છે ત્યારે સૌરાષ્ટ્રના જામનગર, રાજકોટ અને જૂનાગઢમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાય છે. રાજકોટમાં સૌથી વધુ વરસાદ લોધિકામાં 17.5 વરસાદ પડ્યો છે. જે કારણોસર રાજકોટમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

આ સમગ્ર સ્થિતિને લઈને હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આવા સંજોગોમાં પૂરમાં ફસાયેલા લોકોને જિલ્લાની પોલીસ અને રેસ્ક્યુ ટીમ દ્વારા કરવામાં આવી રહ્યા છે. ત્યારે રાજકોટ પોલીસનો એક વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

રાજકોટમાં ઘૂંટણ સુધી ભરાયેલા પાણીમાં એક પોલીસની વાહન લોકોને બચાવવા જઈ રહી છે. મળતી માહિતી મુજબ આ વિડિયો રાજકોટ-નાનામવા ફિલ્ડ મર્સલ રોડ પરનો પોલીસની વાહન નો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

મળતી માહિતી મુજબ સોસાયટીમાં પાણી ભરાઈ જવાના કારણે પોલીસ લોકોને બચાવવા માટે ત્યાં જઈ રહી હતી ત્યારે રસ્તામાં ઘુટણ સુધી પાણી ભરાયેલું હતું છતાં પણ પોલીસની વાહન પાણીના પ્રવાહને ચીરીને આગળ વધી રહી છે.

અને આ વિડિયો કોઇ કે પોતાના કેમેરામાં કેદ કરી લીધો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. ત્યારબાદ પોલીસે સોસાયટીમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. આ વીડિયો જોઈને લોકો પોલીસની પ્રશંસા કરી રહ્યા છે.

રાજકોટમાં ગઇકાલે ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને તેના કારણે જ ઘણા લોકો વરસાદી પાણીમાં ફસાઈ ગયા હતા રાજકોટ પોલીસ દ્વારા સતત લોકોને બચાવવાના પ્રયત્નો ચાલુ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!