મિત્રો જીવ લેવાની અને જીવન ટૂંકાવવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભોપાલના એક TIએ ઇન્દોરના પોલીસ કંટ્રોલરૂમમાં એક મહિલા સબ ઇન્સ્પેક્ટર પર ગોળી ચલાવી અને ત્યારબાદ પોતાના પર ગોળી ચલાવીને પોતાનો જીવ ટૂંકાવી લીધો.
આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. સમગ્ર ઘટનાને લઇને પોલીસ કમિશનર હરિનારાયણ ચારી મિશ્રાએ આ વાતને પ્રેમપ્રસંગનો મામલો ગણાવ્યો છે. સમગ્ર ઘટનાને લઇને વિસ્તૃતમાં વાત કરીએ તો, ભોપાલના શ્યામલા હિલ્સ પોલીસ સ્ટેશનમાં TI હાકમસિંહ ઇન્દોર આવીને મહિલા ASI રંજના ખાંડેની સાથે કોફી પી રહ્યા હતા.
આ દરમિયાન બંને વચ્ચે કોઇ વાતને લઇને વિવાદ થઈ ગયું હતું. આ વિવાદ એટલો વધી ગયો કે ગુસ્સામાં આવીને TI હાકમસિંહે અચાનક જ ગોળી ચલાવી દીધી. કંટ્રોલ રૂમની બહાર બે વખત ફાયરિંગનો અવાજ આવતા અન્ય પોલીસ કર્મીઓ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા.
ત્યારે કારની પાસે TI હાકમસિંહ અને ASI રંજના ઈજાગ્રસ્ત હાલતમાં પડયા હતા. ત્યારે પોલીસ કર્મીઓને એવું લાગ્યું કે બંને પર કોઈ કે ગોળી ચલાવી હશે. જ્યારે પોલીસ કર્મીઓ હાકમસિંહ અને રંજનાની પાસે પહોંચ્યા ત્યારે તેમને આખી વાત સમજાવી હતી. TI હાકમસિંહના પગ પાસે તેમની સર્વિસ રિવોલ્વર પડી હતી.
આ દરમિયાન જ્યારે ASI રંજનાની તપાસ કરવામાં આવી ત્યારે તેઓ ઊઠીને ઉભા થઇ ગયા હતા અને રસ્તા પર ચાલવા લાગ્યા હતા. તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા તેથી તેમને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ અધિકારી, FSL તેમજ અન્ય ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી.
આ સમગ્ર ઘટનાને લઇને તેમના નજીકના લોકોએ જણાવ્યું કે, TI હાકમસિંહ અને મહિલા ASI વચ્ચે કારને લઈને વિવાદ ચાલી રહ્યા હતા. મહિલા ASIએ હાકમસિંહ પાસેથી કાર ખરીદી હતી, પરંતુ હાકમસિંહે કાર ટ્રાન્સફર કરી ન હતી. આ વાતને લઈને બે થી ત્રણ દિવસથી બંને વચ્ચે વિવાદ ચાલી રહ્યા હતા.
જેને લઇને શુક્રવારના રોજ પણ બંને વચ્ચે વિવાદ થયો હતો અને ત્યારે જ આ ઘટના બની હતી. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા હાકમસિંહે ત્રણ લગ્ન કર્યા હતા. ઇજાગ્રસ્ત થયેલા ASI રંજનાની સારવાર હાલમાં હોસ્પિટલમાં ચાલી રહી છે ડોક્ટરે તેમને હાલમાં કંઇ બોલવાની મનાઈ કરી છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment