હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ભયંકર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ અકસ્માતની ઘટનામાં એક કાર ચાલકે સબ ઇન્સ્પેક્ટરને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે સબ ઇન્સ્પેક્ટરનું કરુણ મોત થયું હતું. આ અકસ્માતની ઘટનામાં સબ ઇન્સ્પેક્ટરને ટક્કર લગાવનાર કારચાલકનું પણ મોત થઈ ગયું છે.
આ ઉપરાંત એક કોન્સ્ટેબલ ઘટનામાં ઇજાગ્રસ્ત થયો છે અને દૂર ઊભેલા ત્રણ પોલીસ કર્મચારીનો આ ઘટનામાં બચાવો થયો છે. આ ભયંકર અકસ્માતની ઘટના રાજસ્થાનના જોધપુરમાંથી સામે આવી રહી છે. આ અકસ્માતની ઘટના મંગળવારના રોજ સાંજના સમયે છ વાગ્યાની આસપાસ બની હતી. વિગતવાર વાત કરીએ તો સબ ઇન્સ્પેક્ટર ભવરલાલ, અશોક અને ટ્રાફિક કોન્સ્ટેબલ મનીષ ડ્યુટી પર હતા.
આ દરમિયાન હરીશંકર નામનો એક વ્યક્તિ રોંગ સાઈડમાં કાર ચલાવી રહ્યો હતો અને તે ડ્રાઇવિંગ કરતી વખતે એક મહિલા સાથે ફોન પર વાત કરી રહ્યો હતો. આ કારણોસર સબ ઇન્સ્પેક્ટર ભવરલાલે કારચાલકને ઉભો રાખ્યો હતો અને તેને ટ્રાફિક નિયમનનું પાલન કરવાનું કહ્યું હતું. પરંતુ કારચાલક હરિશંકર પોતાની ભૂલ સ્વીકારવાના બદલે સબ ઇન્સ્પેક્ટર સાથે માથાકૂટ કરવા લાગ્યો હતો.
જેના કારણે સબ ઇન્સ્પેક્ટરે કારચાલકનું ચલણ કાપવાનું કહ્યું હતું. ત્યારે કારચાલક હરિશંકર ત્યાંથી ભાગી ગયો હતો. આ દરમિયાન સબ ઇન્સ્પેક્ટર કંટ્રોલરૂમમાં આ વાતની માહિતી આપી દીધી હતી. ત્યારે થોડીક આગળ જઈને હરિશંકરે પોતાની કાર વાળી લીધી હતી અને પછી 110 ની સ્પીડમાં કાર ચલાવીને સબ ઇન્સ્પેક્ટરને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે સબ ઇન્સ્પેક્ટર ભવરલાલનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું.
ઉપરાંત આ ઘટનામાં કારચાલક હરિશંકર પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ હરીશંકરને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ રસ્તામાં તેનું મોત થઈ ગયું હતું. આ ઉપરાંત અકસ્માતની ઘટનામાં અશોક નામનો એક કોન્સ્ટેબલ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે જેની સારવાર હાલમાં હોસ્પિટલમાં ચાલી રહી છે અને આ સમગ્ર ઘટનાને લઈને હાલમાં પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment