સમગ્ર દેશભરમાં દિવસેને દિવસે જીવ ટૂંકાવાની અને જીવ લેવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક વિચિત્ર ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક પોલીસ સબ-ઇન્સ્પેક્ટર પોતાની પત્ની અને દીકરાનો જીવ લઈ લીધો અને ત્યારબાદ પોતે ટ્રેનની સામે કૂદીને પોતાનું જીવનનું ટૂંકાવ્યું હતું. આ ઘટના બનતા ચારેય બાજુ માતમ છવાઈ ગયો હતો.
પોલીસ સબ ઇન્સ્પેક્ટરનું મૃતદેહ રેલવે ટ્રેક પરથી મળી આવ્યું હતું. જ્યારે તેમની પત્ની અને દીકરાનું મૃતદેહ ઘરેથી મળી આવ્યું હતું. મળતી માહિતી અનુસાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ આ પગલું કયા કારણોસર ભર્યો તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. મળતી માહિતી અનુસાર આ ઘટના ભોપાલમાં બની હતી.
ભોપાલ પોલીસ હેડક્વાર્ટરની સ્પેશિયલ બ્રાન્ચમાં તૈનાત સબ ઈન્સ્પેક્ટરે સૌપ્રથમ પોતાની પત્ની અને માસુમ દીકરાનો જીવ લઈ લીધો અને ત્યારબાદ ટ્રેનની સામે કૂદીને સુસાઇડ કર્યું હતું. મળતી માહિતી અનુસાર 2017માં પોલીસ સબ ઇન્સ્પેક્ટરે લવ મેરેજ કર્યા હતા. 17 માર્ચના રોજ તેમનો દીકરો બે વર્ષનો થવાનો હતો. પરંતુ તે પહેલા આ ઘટના બનતા જ એક હસ્તો ખેલ તો પરિવાર વિખરાઈ ગયો છે.
મૃત્યુ પામેલા પોલીસ સબ ઇન્સ્પેક્ટરનું નામ સુરેશ ખગુડા હતું અને તેમની ઉંમર 32 વર્ષની હતી. તેઓ ભોપાલમાં પાંચ વર્ષથી ભાડાના મકાનમાં રહે છે. આજરોજ સવારે 10:00 વાગ્યાની આસપાસ રેલ્વે ટ્રેક પરથી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર સુરેશનું મૃતદેહ મળી આવ્યું હતું. ત્યાર પછી પોલી છે સબ ઇન્સ્પેક્ટરના પરિવારજનોની પૂછપરછ કરી હતી. પરંતુ કોઈ પણ પ્રકારની માહિતી મળી ન હતી. એવામાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર ના ઘરે તપાસ માટે પહોંચ્યા હતા.
ત્યારે ઘરની બહાર તાળું લાગેલું હતું પરંતુ ઘરની અંદર ટીવી ચાલુ હતી. પછી પોલીસે દરવાજો ખખડાવ્યો પરંતુ કોઈ જવાબ આપ્યો નહીં. આવી પરિસ્થિતિમાં પોલીસે ઘરનો દરવાજો તોડીને ઘરની અંદર પ્રવેશ કર્યો હતો. સુરેશની 28 વર્ષની પત્ની ક્રિષ્ના અને બે વર્ષના દીકરાનું મૃતદેહ મળી આવ્યું હતું. આ ઉપરાંત તેમના મૃતદેહની નજીકમાં એક ધારદાર વસ્તુ પણ પડેલી જોવા મળી હતી. પોલીસ માની રહે છે કે સૌપ્રથમ સુરેશે પોતાની પત્ની અને દીકરાનો જીવ લઈ લીધો હશે.
પછી ટ્રેનની સામે કૂદીને પોતાનું જીવનને ટૂંકાવ્યું હશે. પોલીસનું માનવું છે કે આ પ્રકારની ઘટના લગ્નેતર સંબંધના કારણે થાય છે. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલી મહિલા અને બાળકના ગળા ઉપર ધારદાર વસ્તુ વડે પ્રહાર કરવામાં આવ્યા છે અને ઘટના સ્થળેથી કોઈ પણ પ્રકારની સુસાઇડ નોટ મળી નથી. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment