ગુજરાત રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. જ્યારે દાહોદમાં બનેલી એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ અકસ્માતની ઘટનામાં ગરબાડા તાલુકાના જેસાવાડા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલનું મોત થયું છે. પોલીસ કર્મચારીનું મોત થતા તેમના પરિવારજનો અને પોલીસ સ્ટેશનમાં માતમ છવાઈ ગયો હતો.
સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, મૃત્યુ પામેલા પોલીસ હેડ કોન્સ્ટેબલનું નામ પ્રવીણ માવી હતું અને તેઓ દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના જેસાવાડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. મળતી માહિતી અનુસાર પ્રવીણભાઈ પોતાની ફરજ પૂરી કરીને ધાનપુર પોલીસ મથકમાં ફરજ બજાવતી પોતાની પત્નીને લેવા માટે બાઈક લઈને નીકળ્યા હતા.
આ દરમિયાન ધાનપુર જવાના રસ્તા ઉપર ખજુરી ચોકડી પાસે પ્રવીણભાઈની બાઈક ઝાડ સાથે અથડાઈ હતી, જેના કારણે ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ કારણોસર પ્રવીણભાઈના શરીરના ભાગે, હાથના ભાગે, પગના ભાગે તેમજ માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. આ કારણસર પ્રવીણભાઈનું દુઃખદ નિધન થયું હતું.
બીજી બાજુ ઘણો બધો સમય થઈ ગયો છતાં પણ પ્રવીણભાઈ ધાનપુર ન પહોંચ્યા એટલે તેમની પત્નીએ તેમનો સંપર્ક કરવાનું શરૂ કરી દીધું હતું. પરંતુ પ્રવીણભાઈ ફોન ઉપાડતા ન હતા. જેથી પ્રવીણભાઈની પત્ની અને અન્ય પોલીસ જવાનો પ્રવીણભાઈની તપાસ માટે નીકળી ગયા હતા.
આ દરમિયાન તેમને ખબર પડી કે ખજુરી ચોકડી પાસે અકસ્માત સર્જાયો છે અને હેડ કોન્સ્ટેબલ પ્રવીણભાઈને દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. જ્યાં ફરજ પરના ડોક્ટરે પ્રવીણભાઈની તપાસ કર્યા બાદ તેમને મૃત જાહેર કર્યા હતા.
પ્રવીણભાઈના મોતના સમાચાર મળતા જ તેમના પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. આ ઘટના બનતા જ દાહોદ જિલ્લા પોલીસ બેડામાં શોકનો માહોલ જોવા મળ્યો હતો. આ સમગ્ર ઘટનાને લઈને હાલમાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અચાનક જ પ્રવીણભાઈ ની બાઈક ઝાડ સાથે કેવી રીતે અથડાય તેની કોઈપણ માહિતી સામે આવી નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment