ઇસ્કોન બ્રિજ પર અકસ્માતમાં મૃત્યુ પામેલા પોલીસ કોન્સ્ટેબલને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમવિદાય… અંતિમયાત્રામાં આખું ગામ હિબકે ચડ્યું…

બુધવારની રાત અમદાવાદ માટે કાળ સાબિત થઈ છે. બુધવારના રોજ અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર એવો ભયંકર અકસ્માત સર્જાયો કે સમગ્ર ગુજરાતની જનતા હચમચી ગઈ છે. આ અકસ્માતની ઘટનામાં નવ નિર્દોષ લોકોના મોત થયા છે. અકસ્માતની વિગતવાર વાત કરીએ તો અમદાવાદ ઇસ્કોન બ્રિજ પર ડમ્ફર અને થાર વચ્ચે ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો.

પોલીસ જવાનને ગાર્ડ ઓફ ઓનર અપાયું.

અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ત્યાં એકઠા થઈ ગયા હતા. ઉપરાંત પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ દરમિયાન કાળ બનીને એક જેગુઆર કાર ત્યાં આવી પહોંચી હતી. કાર ચાલકે લોકોના ટોળાને અડફેટેમાં લીધું હતું. જેના કારણે નવ લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

ધર્મેન્દ્રસિંહની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયાં.

આ અકસ્માતની ઘટનામાં મૃતકોમાં ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ નારસંગભાઈ પરમારનો પણ સમાવેશ થાય છે. ધર્મેન્દ્રસિંહના પાર્થિવ દેહને તેમના વતન ચુડામાં લઈ જવામાં આવ્યું છે. અહીં તેમને ગાર્ડ ઓફ ઓનર આપીને તેમની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. અંતિમ યાત્રામાં આખું ગામ હિબકે ચડ્યું હતું.

જેગુઆરે 160 કિમીથી વધુની ઝડપે 9ને કચડ્યા, તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ, 3  યુવતી સહિત 6ની અટકાયત કરાઈ | 6 people were crushed to death by a jaguar  that was standing on the

મિત્રો આ અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામેલા ધર્મેન્દ્રસિંહ સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા ગામના રહેવાસી હતો. આ ઉપરાંત અકસ્માતમાં મૃત્યુ પામેલા બે મિત્રો અરમાન અને અમન સુરેન્દ્રનગરના રહેવાસી અને એક જ પરિવારના છે. જ્યારે અકસ્માતમાં મૃત્યુ પામેલા રોનકભાઈ પણ મૂળ ચુડા તાલુકાના ચાચકા ગામના છે. એટલે કે આ અકસ્માતની ઘટનામાં સુરેન્દ્રનગર જિલ્લાના ચાર લોકોના મોત થયા છે.

આ ઘટના બનતા જ મૃતકોના પરિવારજનો સહીત સમગ્ર માતમ છવાઈ ગયો છે. તમને જણાવી દઈએ કે ધર્મેન્દ્રસિંહની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.અંતિમયાત્રામાં પોલીસના અધિકારીઓ, કર્મચારીઓ આવ્યા હતા. આ ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો હાલમાં તો પોલીસે ઘટનાના મુખ્ય આરોપીના પિતા, ત્રણ યુવતીઓ સહિત છ લોકોની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*