રસ્તાના કિનારે ઉભેલા પોલીસ કોન્સ્ટેબલને ઝડપી ટ્રક ચાલકે ઉડાડ્યા… પોલીસ કોન્સ્ટેબલનું દર્દનાક મોત…

ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી રહે છે. ત્યારે હાલમાં બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં ટ્રક ચાલકની બેદરકારીના કારણે એક પોલીસ કોન્સ્ટેબલે પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી અનુસાર રોડવેઝ બસ સ્ટોપની સામે ફરજ પરના એક પોલીસ કોન્સ્ટેબલને ટ્રક ચાલકે કચડી નાખ્યા હતા.

ટ્રકની ટક્કરના કારણે પોલીસ કોન્સ્ટેબલ ઇજાગ્રસ્ત થયો હતો. પછી તેને સારવાર માટે એમ્બ્યુલન્સની મદદથી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં હોસ્પિટલ પહોંચતા જ તેનું મોત થયું હતું. આ ઘટના બનતા જ મૃત્યુ પામેલા પોલીસ કોન્સ્ટેબલના પરિવારજનો અને પોલીસ સ્ટેશનમાં માતમ છવાઈ ગયું હતું.

આ અકસ્માતની ઘટના ઉત્તર પ્રદેશમાંથી સામે આવી રહી છે. મૃત્યુ પામેલા પોલીસ કોન્સ્ટેબલનું નામ બલબીર સિંહ યાદવ હતું. તેમની વર્ષ 2011માં યુપી પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે ભરતી કરવામાં આવી હતી. પોલીસ કોન્સ્ટેબલ બલબીર સિંહ યાદવ સૈની પોલીસ સ્ટેશન સાથે જોડાયેલા ડાયલ 112 માં તૈનાત હતા.

શનિવારના રોજ તેઓ એક રોડવેઝ બસના સ્ટોપની સામે ફરજ પર હતા. તેઓ કારમાંથી નીચે ઉતરીને બહાર રસ્તાના કિનારે ઉભેલા હતા. આ દરમિયાન પૂરપાડ ઝડપે આવતા એક ટ્રકે તેમને અડફેટેમાં લીધા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે પોલીસ કોન્સ્ટેબલ બલબીર સિંહ યાદવ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઘટના બનતા જ સ્થાનિક લોકોએ આ ઘટનાની જાણ પોલીસને કરી દીધી હતી.

ત્યારબાદ પોલીસ કોન્સ્ટેબલ બલબીર સિંહ યાદવને એમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં હોસ્પિટલમાં ઇમર્જન્સીમાં પહોંચે તે પહેલા તો બલબીર સિંહ યાદવનું મોત થઈ ગયું હતું. તેમના મોતના સમાચાર મળતા જ તેમના પરિવારજનો અને પોલીસ વિભાગ પર શોકનું મોજુ ફરી વળ્યું હતું. હાલમાં તો સમગ્ર ઘટનાને લઈને આરોપી ટ્રક ડ્રાઇવરની શોધખોળ શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*