એક પોલીસ કોન્સ્ટેબલે સુસાઇડ નોટ લખીને પોતાનું જીવન ટૂંકાવ્યું, હજુ બે મહિના પહેલા જ થયા હતા બીજા લગ્ન…જાણો સમગ્ર ઘટના…

Published on: 3:49 pm, Tue, 26 July 22

હાલમાં બનેલી એક જીવ ટૂંકાવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવવી લીધું છે. મૃત્યુ માહિતી અનુસાર પરિવારજનોને ઘરમાંથી પોલીસ કોન્સ્ટેબલનું મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યું હતું. આ ઘટના બનતા જ ચારે બાજુ અફરા-તફરી મચી ગઈ હતી.

મૃત્યુ પામેલા કોન્સ્ટેબલનું નામ પ્રમોદ સાહુ હતું. નર્મદાપુરમના ઈટારસીમાં ઘરમાંથી પ્રમોદ સાહુનું મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યું હતું. મળતી માહિતી અનુસાર પ્રમોદ પોતાના પરિવાર સાથે કોલોનીમાં ભાડાના મકાનમાં રહેતો હતો. કોન્સ્ટેબલે પ્રમોદ અને તેની પત્ની વચ્ચે ઝઘડો થયો હતો.

કોન્સ્ટેબલ પ્રમોદ લગભગ રાત્રે 12 વાગ્યાથી 1 વાગ્યાની વચ્ચે ગળાફાંસો ખાઈને પોતાનું જીવનને ટૂંકાવ્યું હશે તેવી માહિતી જાણવી મળી રહે છે. આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. મળતી માહિતી અનુસાર સવારે લગભગ સાડા આઠ વાગ્યાની આસપાસ FSLની ટીમે ઘટના સ્થળેથી પુરાવા એકત્રિત કર્યા હતા.

પોલીસની ઘટના સ્થળેથી એક તૂટેલો મોબાઈલ પણ મળી આવ્યો હતો, આ ઉપરાંત કોન્સ્ટેબલ પ્રમોદના ખિસ્સામાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી. જોકે આ વાતની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. મળતી માહિતી અનુસાર કોન્સ્ટેબલ પ્રમોદ છેલ્લા બે વર્ષથી ઈટારસીમાં પોસ્ટેડ હતા.

મળતી માહિતી અનુસાર કોન્સ્ટેબલ પ્રમોદે પોતાની પહેલી પત્ની સાથે છુટાછેડા લીધા હતા. કોન્સ્ટેબલ પ્રમોદે મે મહિનામાં બીજા લગ્ન કર્યા હતા. લગ્નના બે મહિના બાદ કોન્સ્ટેબલ પ્રમોદે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવવી લીધું છે.

પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળી રહ્યું છે કે રાત્રે તેને તેની પત્ની સાથે ઝઘડો થયો હતો. જેના કારણે તેને ગળાફાંસો ખાઈને પોતાનું જીવન અટકાવ્યું હશે તેવું કહેવામાં આવી રહ્યું છે. કોન્સ્ટેબલના મૃત્યુનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. પોલીસ સમગ્ર ઘટનાને લઈને તપાસ કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "એક પોલીસ કોન્સ્ટેબલે સુસાઇડ નોટ લખીને પોતાનું જીવન ટૂંકાવ્યું, હજુ બે મહિના પહેલા જ થયા હતા બીજા લગ્ન…જાણો સમગ્ર ઘટના…"

Leave a comment

Your email address will not be published.


*