હાલમાં બનેલી એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. હાલમાં આ ઘટનાની ચર્ચા ચારે બાજુ ચાલી રહી છે. નદીમાં પોલીસ એક મહિલાની શોધખોળ કરી રહી હતી અને મહિલા પોતાના પ્રેમી સાથે સુહાગરાત મનાવવામાં વ્યસ્ત હતી. આ ઘટના મધ્યપ્રદેશના રતલામ શહેરની છે. અહીં વિષ્ણુબાઈ નામની મહિલા નારાયણ ગામમાં રહે છે.
મળતી માહિતી અનુસાર લગભગ બે દિવસ પહેલા મહિલા પોતાના બંને બાળકોને લઈને ઘરેથી નીકળી ગઈ હતી. પછી મહિલા ઘરે પરત ફરી ન હતી. ત્યારબાદ સાસરિયાંઓએ વહુની શોધખોળ શરૂ કરી હતી. ત્યારે ગામની નજીક આવેલી લુની નદીના કિનારે વહુના ચંપલ સાસરિયાંઓને મળી આવ્યા હતા.
તેથી સાસરિયાંઓને એવું લાગ્યું કે વહુ નદીમાં ડૂબી ગઈ હશે. તેથી આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ અને NDRFની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. મળતી માહિતી અનુસાર આખો દિવસ પોલીસે નદીમાં મહિલાની શોધખોળ કરી પરંતુ તેમને કોઈ પણ પ્રકારનો પતો લાગ્યો નહીં.
ત્યારબાદ સાસરીયાઓએ અન્ય જગ્યાએ તેમની શોધખોળ શરૂ કરી હતી. ત્યારબાદ વહુ પ્રેમી સાથે રંગરેલીયા મનાવતી મળી આવી હતી. મળતી માહિતી અનુસાર ગામના લોકોનું કહેવું છે કે, તેમને વહુને કોઈની ગાડીની પાછળ બેસતી જોઈ હતી.
તેથી પોલીસને શંકા ગઈ હતી કે મહિલા કોકની સાથે ભાગી ગઈ હશે. ત્યારબાદ પોલીસે મહિલાનો મોબાઇલ ટ્રેસ કર્યો હતો. મળતી માહિતી અનુસાર ઘટનાના બે દિવસ બાદ મહિલા પોલીસ સ્ટેશનમાં હાજર થઈ હતી અને તેને કહ્યું હતું કે તેને તેના પ્રેમી સાથે લગ્ન કરી લીધા છે.
હવે તે પોતાના પ્રેમી સાથે જ રહેવા માંગે છે. તે છેલ્લા આઠ વર્ષથી એકબીજાને પ્રેમ કરે છે. આ વાત સાંભળીને સાસરિયાઓના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment