અમેરિકામાં રહેણાંક વિસ્તારમાં એક વિમાન થયું ક્રેશ, આ ઘટનામાં બે લોકોના કરૂણ મૃત્યુ…

73

સોમવારના રોજ અમેરિકાના કેલિફોર્નિયામાં એક નાનું પ્લેન રહેણાક વિસ્તારમાં ક્રેશ થઈ ગયું હતું. મળતી માહિતી અનુસાર પ્લેનના મકાન પર પડ્યું હતું. જેના કારણે એક મોટી આગ લાગી ગઈ હતી. ઘટના થતા જ આસપાસના ઘણા લોકો ઘટના સ્થળે ભેગા થઇ ગયા હતા.

મળતી માહિતી અનુસાર આ ઘટનામાં બે લોકોના મૃત્યુ થયા છે. ઉપરાંત 3 થી 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત આ ઘટનામાં 10 ધરોને ભારે નુકસાન થયું છે.

પ્લેન નીચે પડ્યું ત્યારબાદની ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક મકાન સળગી રહ્યું છે. સ્થાનિક લોકોએ જણાવ્યું કે ખૂબ જ મોટો જવાના કારણે તેઓ સળગતા ઘર તરફ દોડી આવ્યા હતા.

અને ઘરની અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવાનું શરૂ કર્યું હતું. આ ઉપરાંત એક મહિલાએ જણાવ્યું કે આ ઘટનામાં એક ડીલેવરી ટ્રકના ડ્રાઇવરનું ઘટનાસ્થળે મૃત્યુ થયું છે. મળતી માહિતી અનુસાર આ ઘટના બપોરના 12 વાગ્યાની આસપાસ કેલિફોર્નિયાના સેન્ટી શહેરમાં બની હતી.

મળતી માહિતી અનુસાર એક ટ્વીન એન્જિન 6 સીટર એરક્રાફ્ટ લગભગ 11 વાગ્યાની આસપાસ અરીજોનાથી ઊડયું હતું. ત્યારે પ્લેનમાં કેટલીક ખરાબ થવાના કારણે પ્લેન મકાન પર પડ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!