મિત્રો આજના સમયમાં મોંઘવારી દિવસેને દિવસે વધી રહે છે. ખાવા-પીવાની વસ્તુથી લઈને સોના-ચાંદીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલના સમયમાં 10 ગ્રામ સોનાનો ભાવ અંદાજે 60000 રૂપિયા જેટલો થઈ ગયો છે. પરંતુ એક સમયે એવો હતો ત્યારે સોનુ ખૂબ જ સસ્તું મળતું હતું.
તમે ઘણા લોકોને મોઢે સાંભળ્યું હોય છે કે પહેલા સોનું એટલા રૂપિયામાં મળતું. ત્યારે આજે આપણે 64 વર્ષ પહેલાંનો સોનાનો ભાવ જાણવાના છીએ. સોનાનો ભાવ સાંભળીને તમે સૌ કોઈ લોકો ચોકી ઉઠશો.
મિત્રો જાણવા મળી રહ્યું છે કે, 1959ની અંદર સોનાનો ભાવ 113 રૂપિયા હતો. તે હાલના સમયમાં ખૂબ જ સામાન્ય કહેવાય છે. પણ મિત્રો તમને જણાવી દઈએ કે 1959માં 113 રૂપિયા પણ ખૂબ જ કહેવાતા. સોનાનો આ ભાવ વાયરલ થઈ રહેલા એક બિલમાંથી જાણવા મળ્યો છે.
ત્રણ માર્ચ 1959નું એક સોનાનું જૂનું બિલ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. 64 વર્ષ જૂનું આ સોનાનું બિલ મહારાષ્ટ્ર પુણે જિલ્લાનું છે. જેમાં સોનાની દુકાનનું નામ મેસર્સ વામન નિંબાજી અષ્ટેકર લખેલું છે. બિલની અંદર એક તોલા સોનાની કિંમત 113 રૂપિયા જોવા મળી રહે છે.
આ સોનુ શિવલિંગ આત્મારામ નામના વ્યક્તિએ લીધેલું છે. બિલમાં સોના અને ચાંદીના દાગીનાની કુલ કિંમત 909 રૂપિયા લખવામાં આવેલી છે. હાલમાં સોનાના બીલ નો ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને તે જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ
Be the first to comment