કડિયા કામ કરતાં વ્યક્તિની દીકરી ધોરણ 10માં લાવી 97.77 PR, દિવસ રાત મહેનત કરીને પોતાના માં-બાપનું નામ આખા ગુજરાતમાં રોશન કર્યું… આગળ વધીને દીકરી ડોક્ટર બનવા માંગે છે…

Published on: 6:48 pm, Fri, 26 May 23

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ(GSEB 10th Result 2023) ગઈકાલે જાહેર કરી દેવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યના અમદાવાદમાં કડિયા કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા પિતાની દીકરીએ મહેનત કરીને 97.77% મેળવીને પોતાના માતા-પિતાનું નામ રોશન કર્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર દીકરીએ બે રૂમ ના ઘરમાં રહીને મહેનત કરી સારું પરિણામ મેળવ્યું છે.

ત્યારે હવે આ દીકરી સાયન્સ ગ્રુપ લઈને ડોક્ટર બની યુ.પી.એસ.સી ક્લિયર કરવા માંગે છે. અમદાવાદ શહેરના વસ્ત્રાલમાં રહેતી હર્ષિતા સાંકળિયા તેના માતા પિતા સાથે રહે છે. હર્ષિતા સાથે વાત કરતા તેને જણાવ્યું કે તેના માતા ઘર કામ કરે છે, જ્યારે તેના પિતા કડિયા કામ કરે છે. હર્ષિતાના પરિવારને આર્થિક સ્થિતિ સારી નથી,

માતા પિતાએ દીકરીને ભણાવવામાં કોઈ કચાસ રાખી નથી. હર્ષિતા પણ બે રૂમના ઘરમાં મોટી થઈ છે, અભ્યાસ દરમિયાન અનેક મુશ્કેલીઓ પડતી હતી, છતાં ધ્યાન આપીને સારું પરિણામ મેળવ્યું છે. ગુજરાત રાજ્યમાં આ વર્ષે ધોરણ 10 નું 64.62 ટકા નું પરિણામ આવ્યું છે, જો ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાની વાત કરવામાં આવે તો સૌથી વધુ 76.45 ટકા પરિણામ સુરત જિલ્લાનું છે.

ત્યારે સૌથી ઓછું 40.75 ટકા પરિણામ દાહોદ જિલ્લાનું છે, અમદાવાદ શહેરનું 64.18% પરિણામ આવ્યું છે. તેમાંથી અમદાવાદ ગ્રામ્ય નું પરિણામ 65.22% છે, રાજકોટ જિલ્લાનું પરિણામ 72.74% અવાયું છે. વડોદરા જિલ્લાનું પરિણામ 62.24% આવ્યું છે, બનાસકાંઠાના કુંભારિયા કેન્દ્રનું સૌથી વધારે પરિણામ 95.92% છે.

ત્યારે સૌથી ઓછું 11.94% પરિણામ નર્મદા ના ઉતાવળી કેન્દ્રનું છે, જણાવી દઈએ કે વર્ષ 2022 આ વર્ષે 0.56 ટકા ઓછું પરિણામ આવ્યું છે. ધોરણ 10 નું પરિણામ WWW GSEB.ORG પર જોઈ શકો, તે ઉપરાંત વોટ્સએપ ના માધ્યમથી પણ તમે ધોરણ 10 નું પરિણામ જાણી શકો છો.

વોટ્સએપ 63573000972 નંબર પરથી તમે પરિણામ જોઈ શકો છો. ધોરણ 10 ની પરીક્ષા માં કુલ સાત લાખ 41 હજાર 411 નિયમિત પરીક્ષાર્થીઓ નોંધાયા હતા. જે પૈકી સાત લાખ 34 હજાર 898 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "કડિયા કામ કરતાં વ્યક્તિની દીકરી ધોરણ 10માં લાવી 97.77 PR, દિવસ રાત મહેનત કરીને પોતાના માં-બાપનું નામ આખા ગુજરાતમાં રોશન કર્યું… આગળ વધીને દીકરી ડોક્ટર બનવા માંગે છે…"

Leave a comment

Your email address will not be published.


*