હાર્ટ એટેકે વધુ એક વ્યક્તિનો જીવ લીધો… ભાવનગરમાં કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીમાં કામ કરતા વ્યક્તિનું હાર્ટ એટેક આવતા કરુણ મોત…

ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી નાની ઉંમરના યુવાનોથી લઈને મોટી ઉંમરના વ્યક્તિઓમાં હાર્ટ એટેક આવવાના કિસ્સાઓ ખૂબ જ વધી ગયા છે. કોરોનાની મહામારી બાદ ગુજરાતમાં ઘણા લોકોએ હાર્ટ એટેક આવવાના કારણે પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે ભાવનગરમાં બનેલો વધુ એક હાર્ટ એટેકનો કિસ્સો સામે આવી રહ્યો છે.

મળતી માહિતી અનુસાર ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહ યુનિવર્સિટીના એક્સટર્નલ ડિપાર્ટમેન્ટનાં હેડ હરેશભાઈ બારૈયા નામના વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો હતો. ત્યારબાદ તેમને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન હરેશભાઈ પોતાનો જીવ ગુમાવ્યો હતો. હરેશભાઈના મોતના સમાચાર મળતા જ તેમના પરિવારજનો અને મિત્ર મંડળમાં માતમ છવાઈ ગયો હતો.

હરેશભાઈનું અચાનક જ હાર્ટ એટેક આવવાના કારણે મોત થતા તેમના પરિવારજનો અને સગા-સંબંધીઓ ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં ચાર દિવસ પહેલા 24 કલાકમાં ત્રણ યુવકોના હાર્ટ એટેક આવતા મોત થયા હતા. આ ઘટના બનતા સમગ્ર રાજકોટ પથકમાં માતમ છવાઈ ગયું હતું.

ઘટનામાં કિશન ધાબેલીયા, રાજેન્દ્રસિંહ વાળા અને મહેન્દ્ર પરમાર નામના ત્રણ વ્યક્તિઓનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું હતું. ગુજરાતમાં હાર્ટ એટેકના બનાવો સતત વધી રહ્યા છે. જેના કારણે ગુજરાતની જનતા ચિંતામાં મુકાઈ ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાતમાં કોરોનાની મહામારી બાદ હાર્ટ એટેકના બનાવો ખૂબ જ વધી રહ્યા છે.

પુરુષોમાં હાર્ટ એટેકના લક્ષણની વાત કરીએ તો, છાતીમાં દુખાવો અને બેચેની, શ્વાસ લેવાની સમસ્યા, ડાબી બાજુના જડબામાં દુખાવો અને ઉબકા થવા….

સ્ત્રીઓમાં હાર્ટ એટેક ના લક્ષણની વાત કરીએ તો, સ્ત્રીઓને પીઠ ગરદન અથવા તો જડબામાં દુખાવો થવો, ચક્કર આવવા, ઉબકા, શ્વાસ લેવામાં તકલીફ પડવી અને પરસેવો વળવો અને હાર્ટબર્ન થવું…

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*