ગુજરાતમાં અકસ્માતના બનાવો ખૂબ જ વધી ગયા છે. ત્યારે હાલમાં બનેલી વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક 50 વર્ષના વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. વિગતવાર વાત કરીએ તો, સુરેન્દ્રનગરના વઢવાણા ખાતે રહેતા 50 વર્ષના નીતિનભાઈ ડાભી પોતાની એકટીવા લઈને ધ્રાંગધ્રા જવા માટે નીકળ્યા હતા.
ધ્રાંગધ્રામાં નીતિનભાઈના સસરાને ત્યાં સામાજિક કાર્યક્રમ હતો. એટલા માટે નીતિનભાઈ ત્યાં જવા માટે ઘરેથી નીકળ્યા હતા. ત્યારે રસ્તામાં એક ઝડપી આઇસર ચાલકે નીતિનભાઈની એકટીવાની જોરદાર ટક્કર લગાવી હતી.
ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માતની ઘટનામાં નીતિનભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ 108 ની મદદથી નીતિનભાઈને ઇજાગ્રસ્ત હાલતમાં સુરેન્દ્રનગર ખાતે સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા.
જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન નીતિનભાઈ અંતિમ શ્વાસ લીધા હતા. આ ઘટનાની માહિતી મળતા જ તેમના પરિવાર ઉપર દુઃખનો પહાડે તૂટી પડ્યો હતો.
નીતિનભાઈ ના મોતના સમાચાર મળતા જ તેમના પરિવારના સભ્યો અને સગા-સંબંધીઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. આ સમગ્ર ઘટનાને લઈને ધ્રાંગધ્રા તાલુકા પોલીસે આઇસર ચાલક વિરોધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment