ગુજરાતના આ ગામના વ્યક્તિ પશુપાલનના વ્યવસાય માંથી મહિને કમાય છે લાખો રૂપિયા… દરરોજનું 110 થી 115 લીટર દૂધ…

મિત્રો તમે ઘણા એવા લોકો વિશે સાંભળ્યું હશે જેવો પોતાની સારી નોકરી મૂકીને પશુપાલનના ધંધામાંથી લાખો રૂપિયા કમાતા હોય છે. ત્યારે આજે આપણે પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા એક વ્યક્તિની વાત કરવાના છીએ.

જેઓ પશુપાલનના ધંધામાંથી એક લાખથી પણ વધારે રૂપિયાની કમાણી કરે છે. વાત કરીએ તો ડીસા તાલુકાના જોરાપુર ગામના કપુરજી પરમાર નામના વ્યક્તિ છેલ્લા 9 વર્ષથી પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે.

હાલમાં તો તેમની પાસે 10 જેટલા પશુઓ છે. તેઓ દરરોજ 110 થી 115 લીટર દૂધ ગામની ડેરીમાં ભરાવે છે. જેમાંથી તે મહિનામાં લગભગ એક લાખ રૂપિયાથી પણ વધારે આવક કરે છે. વાત કરીએ તો કપૂરજી પરમાર પહેલા ખેતી કરતા હતા. પરંતુ ખેતીમાં કોઈપણ પ્રકારનો નફો ન મળતા તેઓ પશુપાલનના વ્યવસાય સાથે જોડાયા હતા.

તેમને બે પશુઓથી પોતાના પશુપાલનનો વ્યવસાય શરૂ કર્યો હતો. હાલમાં તેમની પાસે 11 જેટલા પશુ છે. જેમાંથી તેઓ મહિને 1,20,000 જેટલા ની આવક કરે છે. વાત કરીએ તો છેલ્લા બે વર્ષથી ગામની ડેરીમાં સૌથી વધુ દૂધ તેમને જ ભર્યું છે.

પશુપાલનના ધંધામાં 50% ખર્ચો અને 50% નફો છે. આ પશુપાલકની વાર્ષિક આવક 8 લાખ રૂપિયાની આસપાસ છે. મિત્રો તમને જણાવી દઈએ કે કપૂરજી પરમાર માત્ર ચાર ચોપડી જ ભણેલા છે. ત્યારે આજે તેઓ પશુપાલનનો ધંધો કરીને લાખો રૂપિયા કમાઈ રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*