ગુજરાતમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે રાજકોટમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. રાજકોટ શહેરના 150 ફૂટ રીંગ રોડ ઉપર આવેલા ઉમિયા ચોકમાં આજરોજ વહેલી સવારે 5:45 વાગ્યાની આસપાસ એક કાર અચાનક જ પલટી ખાઈ જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતની ઘટનામાં કારમાં બેઠેલા 30 વર્ષેના પ્રતિકભાઇ મનસુખભાઈ કરકર નામના વ્યક્તિને ગંભીર રીતે ઇજા પહોંચી હતી. આ કારણોસર તેમનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત થયું હતું. જ્યારે કારમાં સવાર અન્ય ત્રણ મિત્રો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા તેમને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો અકસ્માતની ઘટનાની જાણ થતા જ પોલીસની ટીમ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ દોડી આવી હતી. ત્યારબાદ પોલીસે મૃત્યુ પામેલા પ્રતીકના પરિવારજનોને આ ઘટનાની જાણ કરી હતી. ઘટનાની જાણ થતા જ પરિવારના લોકો હોસ્પિટલ દોડી આવ્યા હતા.
દીકરાનું મૃતદે જોઈને પરિવાર આઘાતમાં સરી પડ્યો હતો. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલો પ્રતીક કલર કોન્ટ્રાક્ટર હતો અને તેના લગ્ન થઈ ગયા હતા. તે પોતાના મિત્રો સાથે ગોંડલમાં મિત્રના દીકરાની બર્થડે પાર્ટીમાં હાજરી આપવા માટે ગયો હતો. પાર્ટી પૂર્ણ થઈ ગયા બાદ ચારેય મિત્રો કારમાં રાજકોટ તરફ આવી રહ્યા હતા.
ત્યારે રસ્તામાં ઉમિયા ચોક નજીક અચાનક જ પ્રતિકે કારના સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો જેના કારણે કાર ચાર ગોથા ખાઈ ગઈ હતી. આ અકસ્માતની ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા પ્રતીકનું ઘટના સ્થળે કરુણ મોત થયું હતું. મૃત્યુ પામેલો પ્રતીક બે ભાઈઓમાં મોટો હતો. પ્રતીકના મૃત્યુના સમાચાર મળતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
આ ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા રાજેશ વાઘેલાને સૌપ્રથમ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને ત્યાંથી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. રસ્તામાં અચાનક જ પ્રતિકે કેવી રીતે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment