રેલવે સ્ટેશન પર ઉભેલા મુસાફરને છાતીમાં દુખાવો થતાં અચાનક પ્લેટફોર્મ પર ઢળી પડ્યો, RPFના જવાનને બચાવ્યો જીવ – જુઓ વિડિયો

49

મુંબઈની એક ચોંકાવનારી ઘટના નવો વીડિયો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર આ સમગ્ર ઘટના મુંબઈના અંબરનાથ રેલવે સ્ટેશન પરની છે. મળતી માહિતી અનુસાર અંબરનાથ રેલવે સ્ટેશન પર ટ્રેનની રાહ જોઈ રહેલા એક મુસાફરને અચાનક છાતીમાં દુખાવો ઊપડે છે અને તે મુસાફર પ્લેટફોર્મ પર નીચે ઢળી પડે છે.

ત્યારે આ દૃશ્ય જોતાં જ ત્યાં હાજર RPF જવાન ત્યાં પહોંચે છે અને નીચે પડેલા યુવકનો જીવ બચાવી લે છે. અને આ સમગ્ર ઘટના રેલવે સ્ટેશન પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

સીસીટીવી ફુટેજમાં તમે જોઈ શકો છો કે જ્યારે એક વ્યક્તિ રેલવે સ્ટેશન પર ટ્રેનની રાહ જોઈને ઉભો છે ત્યારે તેની છાતીમાં અચાનક દુખાવો ઊપડે છે અને તે વ્યક્તિ પ્લેટફોર્મ પર પડે છે.

ત્યારે પ્લેટફોર્મ પર ફરજ બજાવતા RPFના જવાન મોહનદાસ આ દ્રશ્ય જોઈએ છે. ત્યારબાદ મોહનદાસ તાત્કાલિક ત્યાં પહોંચી આવે છે અને જરાક પણ સમય બગાડ્યા વિના બેભાન મુસાફર નયના ભાગ પર હાથ વડે જોર જોરથી દબાણ આપીને પમ્પીંગ કરવાનું શરૂ કરે છે.

ત્યારે રેલવે સ્ટેશન પર હાજર અન્ય મુસાફરો પણ RPFના જવાન ની મદદ કરે છે. પરિણામે મહેશ ગોપીનાથ નામનો બેભાન મુસાફર ભાનમાં આવી જાય છે. ત્યારબાદ મહેશને તાત્કાલિક વધુ સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે.

મળતી માહિતી અનુસાર આ સમગ્ર ઘટના 15 ઓક્ટોબરના રોજ બની હતી. પરંતુ આ ઘટનાનો સીસીટીવી અત્યારે સામે આવ્યો છે. સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં જ લોકો આરપીએફના જવાન ની વાહ-વાહ કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!