ગુજરાત રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાય છે અને અનેક નદીઓ ગાડીતૂર બની છે. ત્યારે છોટા ઉદયપુર જિલ્લામાં ગઈકાલે અતિભારે વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના કારણે નદી નાળાઓ છલકાઈ ગયા હતા. ત્યારે સેંખેડા પાસેથી પસાર થતી ઉચ્છ નદી પણ બે કાંઠે વહેવા લાગી હતી.
ત્યારે આ નદીના કાંઠે ઐતિહાસિક અર્જુન નાથ મહાદેવનું મંદિર આવેલું છે. ત્યારે આ મંદિરનો એક ભાગ અચાનક તૂટીને નદીમાં તણાઈ ગયો હતો. સ્થાનિક લોકોએ આ સમગ્ર ઘટના પોતાના મોબાઈલમાં કેદ કરી હતી. હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, માત્ર પાંચ સેકન્ડમાં જ મંદિરનો એક ભાગ ધરાસાય થઈને નદીમાં તણાઈ જાય છે. આ દ્રશ્યો જોઈને સ્થાનિક લોકો હચમચી ગયા હતા. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
બોડેલીના પાણેજે પાસે પણ તારા જીના દ્રશ્યો જોવા મળ્યા હતા. પાણેજે પાસે નેશનલ હાઈવે પર પણ રોડ તણાઈને બીજી બાજુ ખસી ગયો હતો. નેશનલ હાઇવે તૂટી જવાના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
નેશનલ હાઈવે તૂટી થતા તમે અંદાજો લગાવી શકો છો કે પાણીનો પ્રવાહ કેટલો જોરદાર હશે. આ ઉપરાંત છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદ પડવાના કારણે અનેક નદી નાળાઓ છલકાઈ ગયા હતા. આ ઉપરાંત અનેક જગ્યાએ તો પૂર જઈ પરિસ્થિતિ પણ સર્જાઈ હતી.
ગુજરાત રાજ્યના બીજા અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. અનેક જગ્યાએ તો ધોધમાર વરસાદ પડવાના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ પણ સર્જાય છે. ખાસ કરીને અમદાવાદ શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે. અમદાવાદ શહેરમાં લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment