સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. ઘણા વીડિયો જોઈને આપણે ખડખડાટ હસી પડતા હોઈએ છીએ અથવા તો ઘણા વીડિયો જોઈને આપણે આશ્ચર્યચકિત થઈ જતા હોઈએ છીએ. ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર એક દોઢ વર્ષના બાળકનો વિડીયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
વીડિયોમાં તમે જોઈ શકો છો કે દોઢ વર્ષના બાળકનું માથું તપેલીમાં ફસાઈ ગયું છે અને ત્યાં ઉભેલા કેટલાક લોકો બાળકનું માથું તપેલી માંથી બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે. જ્યારે બાળકનું માથું તપેલીમાં ફસાયું ત્યારે બાળકના માતા પિતાનું જીવ તાળવે ચોંટી ગયો હતો.
ત્યારબાદ તો એક જ સવાલ ઉભો થઈ રહ્યો હતો કે હવે તપેલી માંથી બાળકનું માથું બહાર કેવી રીતે કાઢવું..? ત્યારબાદ માતા પિતાએ આસપાસના લોકોને તરત જ ત્યાં બોલાવ્યા હતા. ત્યારબાદ લોખંડ કાપવાની કાતરથી ખૂબ જ કાળજીપૂર્વક તપેલી કાપવામાં આવી હતી.
બાળકના માથામાં તપેલી ફસાઈ ગઈ જેના કારણે બાળક પણ મૂંઝાઈને ખૂબ જ ડરી ગયું હતું. જેના કારણે બાળક સતત રડી રહ્યો હતો. ત્યારબાદ ખૂબ જ કાળજીપૂર્વક કાતરથી તપેલી કાપીને બાળકનું માથું તપેલી માંથી બહાર કાઢવામાં આવ્યું હતું. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે બાળકો ઘરમાં રમી રહ્યો હતો.
ત્યારે રમતા રમતા અચાનક જ તેના માથામાં તપેલી ફસાઈ ગઈ હતી. આ ઘટના ક્યાંની અને ક્યારની છે તેની કોઈ પણ માહિતી સામે આવી નથી. વાયરલ થયેલો આ વિડીયો ન્યુઝ ચેનલ ન્યુઝ 18 ગુજરાતી એ પોતાની youtube ચેનલ પર પોસ્ટ કર્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment