આજકાલ રાજ્યમાં જીવન ટૂંકું કરવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે તેવી જ એક ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર જસદણ તાલુકાના શિવરાજપુર ગામે આવેલા આરોગ્ય કેન્દ્રમાં એક નર્સ એ પોતાનો જીવ ટૂંકો કર્યો છે. મળતી માહિતી અનુસાર નર્સ નું નામ ગજુબેન ભરતભાઈ સોલંકીએ તું તેમની ઉંમર 21 વર્ષની હતી.
નર્સે અગમ્ય કારણસર પોતાનું જીવન ટૂંકું કર્યું હતું. આજરોજ વહેલી સવારે આરોગ્ય કેન્દ્રમાં નર્સે પોતાનું જીવન ટૂંકું કર્યું હતું.
ઘટનાની જાણ થતા આરોગ્ય કેન્દ્રમાં ગામના લોકો ભેગા થઇ ગયા હતા. મળતી માહિતી મુજબ આ ઘટનાની જાણ થતાં જસદણ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચે આવી હતી.
મૃત્યુ પામેલી યુવતીના મૃતદેહને તાત્કાલિક પોસ્ટ મોર્ટમ માટે જસદણની સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જસદણ પોલીસે જણાવ્યું કે યુવતીએ શા માટે પોતાનું જીવન ટૂંકું કર્યું તેનું સાચું કારણ સામે આવ્યું નથી તે કારણોસર પોલીસે તપાસ હાથ ધરી છે.
ઉપરાંત મૃત્યુ પામેલા યુવતી ના પિતા ભરતભાઈ સોલંકી હાથસણી ગામે ખેતીકામ કરતા હતા. મૃત્યુ પામેલી યુવતી બે ભાઇઓ અને બે બહેનોમાં સૌથી નાની હતી.
ઉપરાંત યુવતીનો જે પગાર આવે તેમાંથી જ તેના આખા પરિવારનું ગુજરાન ચાલતું હતું. યુવતીના પરિવારને આ ઘટનાની જાણ થતાં યુવતીના પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!