પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હવે ટૂંક સમયમાં ખેડૂતોના ખાતામાં નવો હપ્તો જમા થશે. ખેડૂતોના ખાતામાં આ હપ્તો ઓગસ્ટ મહિનામાં જમા થશે. તમને જણાવી દઈએ કે ખેડૂતોના ખાતામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના હેઠળ ખેડૂતોને બે હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે.
અત્યાર સુધી સરકાર ખેડૂતોના ખાતામાં 8 હપ્તા જમા કરી ચૂકી છે. આ યોજના પાછળનો ઉદ્દેશ ખેડૂતોના આવકમાં વધારો કરવાનો છે.
લાભાર્થીઓ તમારું નામ આ રીતે તપાસ કરી શકો છો?
1. સૌપ્રથમ તમારે યોજનાની સત્તાવાર વેબસાઇટ https://pmkisan.gov.in ની મુલાકાત લેવી પડશે.
2. ત્યારબાદ હોમ પેજ ખુલશે તેમાં farmers corner વિકલ્પ દેખાશે.
3. ત્યાર બાદ તમારે Beneficiaries List ના વિકલ્પ પર ક્લિક કરવું પડશે.
4. આ ઉપરાંત તમારે ડ્રોપ ડાઉન સૂચિમાંથી રાજ્ય, પેટા જિલ્લા, જિલ્લા, ગામ અને બ્લોકની પસંદગી કરવાની રહેશે.
5. ત્યારબાદ Get Report ના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ હવે લાભાર્થીની સંપૂર્ણ યાદી તમને દેખાશે તેમાં તમારે તમારું નામ ચકાસવાનું રહેશે.
6. જો તમારા ખાતામાં કિસાન સન્માન નિધિ યોજના નો નવો હપ્તો ન આવે તો આ હેલ્પલાઈન નંબર પર તમે ફરિયાદ નોંધાવી શકો છો. 011-24300606/ 012-23381093 હેલ્પ લાઈન નંબર કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.
જો તમારે પણ આ યોજનામાં રજિસ્ટ્રેશન કરાવવું હોય તો આ રીતે કરાવી શકો છો.
તમે આ યોજના નું રજીસ્ટ્રેશન ઘર બેઠા કરી શકો છો. તે માટે તમારી પાસે તમારા ખાતાના દસ્તાવેજો, આધાર કાર્ડ, બેન્ક એકાઉન્ટ અને મોબાઈલ નંબર હોવો જરૂરી છે. ત્યારબાદ આ યોજનાની સત્તાવાર વેબસાઈટ pmkisan.nic.in ની મુલાકાત લઈને નોંધણી કરાવી શકો છો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment