નરાધમ પતિ સ્ક્રુડ્રાઇવર લઈને પોતાની પત્ની ઉપર તૂટી પડ્યો, પત્નીને એવું દર્દનાક મોત આપ્યું કે… સાંભળીને ટાંટિયા ધ્રૂજવા લાગશે…

હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક પતિએ પોતાની પત્નીનો જીવ લઇ લીધો છે. પતિએ સ્ક્રુડ્રાઇવર લઈને પોતાની પત્નીને એવું દર્દનાક મોત આપ્યો કે સાંભળીને રુવાડા બેઠા થઈ જશે. મળતી માહિતી અનુસાર પતિએ પોતાની પત્ની સ્ક્રુડ્રાઇવર વડે પ્રહાર કર્યા હતા. જેના કારણે પત્ની બેહોશ થઈ ગઈ હતી.

ત્યારબાદ પતિ પોતાની પત્નીને હોસ્પિટલ લઈ ગયો હતો. જ્યાં હોસ્પિટલમાં હાજર મહિલા ડોક્ટરે ઇજાગ્રસ્ત થયેલી મહિલાને વધુ સારવાર માટે બીજી હોસ્પિટલમાં મોકલી આપી હતી. જ્યાં બીજી હોસ્પિટલમાં હાજર ડોક્ટરે મહિલાની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કરી હતી.

ત્યારબાદ આરોપી પતિ હોસ્પિટલમાંથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને કાર્યવાહી હાથ ધરી હતી. આ હચમચાવી દેનારી ઘટના જયપુરમાંથી સામે આવી રહી છે.

સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો 26 વર્ષના કાનારામ નામના વ્યક્તિને રાત્રે 10:00 વાગ્યાની આસપાસ પોતાની પત્ની મમતા સાથે ઝઘડો થયો હતો. ઝઘડો આટલો વધી ગયો કે ગુસ્સામાં ભરાયેલા કાનારામે ધારદાર વસ્તુ વડે પોતાની પત્ની મમતા ઉપર પ્રહાર કર્યા હતા. ત્યારબાદ મમતા બેભાન થઈ ગઈ હતી.

એટલે ડરી ગયેલો પતિ પોતાની પત્નીને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયો હતો. જ્યાં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે મહિલાને મૃત જાહેર કરી હતી. ત્યારબાદ પરિવારના સભ્યોએ આ ઘટનાની જાણ પોલીસને કરી દીધી હતી. જેના કારણે આરોપી પતિ હોસ્પિટલમાંથી ભાગી ગયો હતો. હાલમાં તો પોલીસે આરોપી પતિની શોધખોળ શરૂ કરી દીધી છે.

આ ઘટના બનતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો છે. આ ઝઘડો થયો ત્યારે ઘરમાં બાળકો સુતા હતા. આ ઘટનામાં એક પિતાએ જ પોતાના બાળકોના માથા ઉપરથી માતાનો હાથ હટાવી લીધો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*